Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતાપરની શાળામાંથી પણ વીજચોરી મળતા ચકચારઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના બેડી, કાલાવડ નાકા તેમજ બાલાચડી, સચાણા ગામમાં તેમજ જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે વીજ અધિકારીઓએ ચેકીંગ કરી રૃા.૬૩.૭૦ લાખની વીજચોરી પકડી પાડી છે. જામજોધપુરના સતાપરમાં એક શાળામાંથી પણ રૃા.૨૫ લાખની વીજચોરી ઝડપાઈ ગઈ છે. ત્રીજા દિવસના ચેકીંગના અંતે રૃપિયા સવા કરોડ ઉપરાંતની વીજચોરી ડીટેક્ટ થઈ છે.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરી ડામવા માટે શરૃ કરાયેલી ચેકીંગ કાર્યવાહી અંતર્ગત ગઈકાલે સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળ ૪૬ ટૂકડીઓએ જામનગર શહેરના બેડી, બેડેશ્વર, કાલાવડ નાકા ઉપરાંત બાલાચડી, સચાણા અને જામજોધપુર તાલુકા પંથકમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.
આ ટૂકડીઓએ કુલ ૫૦૬ વીજજોડાણો ચકાસ્યા હતા. જેમાંથી ૯૬ વીજજોડાણોમાં ગેરરીતિ કરાતી હોવાનું જણાઈ આવ્યું હતું. તેના ધારકોને રૃા.૬૩ લાખ ૭૦ હજારના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા છે. ગઈકાલે સતત ત્રીજા દિવસે કરાયેલા વીજ ચેકીંગમાં જામનગર શહેર તેમજ જિલ્લામાં અને ખંભાળિયા પંથકમાંથી રૃા.૧ કરોડ ૨૬ લાખ ૫૦ હજારની વીજચોરી ઝડપાઈ ગઈ છે.
ગઈકાલના ચેકીંગ દરમિયાન જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં એક ખાનગી શાળામાં પણ ચેકીંગ કાર્યવાહી કરાઈ હતી. હેરમા સ્કૂલ નામની આ સંસ્થામાં કરાયેલા ચેકીંગમાં વીજચોરી મળી આવતા વીજતંત્રએ તેના સંચાલકને રૃા.૨૫ લાખનું બીલ ફટકાર્યું છે. જે શાળામાં વિદ્યાર્થીઓને સંસ્કાર તથા નીતિમત્તાની શીખ આપવામાં આવતી હોય તે સ્થળે જ વીજ ચોરી થતી હોવાનું ખૂલતા ચકચાર જાગી છે. આ શાળાના સંચાલક જયદીપ રામજીભાઈ હેરમા હોવાનું જાણવા મળી રહ્યું છે. ચેકીંગ કાર્યવાહીમાં પુરાવારૃપે વીજ કંપનીના અધિકારીઓએ વીડિયો શૂટીંગ પણ કર્યું હતું અને સ્થળ પરથી વાયર કબજે કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial