Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૯ઃ જામનગરના દિગ્વિજય પ્લોટમાં એક રહેણાંકમાંથી પોલીસે દારૃની દસ બોટલ કબજે કરી છે. અન્ય ચાર દરોડામાં ચાર શખ્સ દારૃની આઠ બોટલ સાથે પકડાઈ ગયા છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮માં આવેલા નિત્યાનંદ દવાખાના નજીકના ચિરાગ વિજયભાઈ કટારમલ નામના શખ્સના મકાનમાં ગઈરાત્રે સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડી તલાશી લેતાં તે મકાનમાંથી અંગ્રેજી શરાબની દસ બોટલ મળી આવી હતી. તે બોટલ સાથે ચિરાગની ધરપકડ કરાઈ છે. તેણે આ જથ્થો રણજીતનગરના લખન મેંગર નામના શખ્સે આપ્યાની કબૂલાત કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર સંગમ બાગ નજીકથી ગઈકાલે રાત્રે જઈ રહેલા રવિ રાજુભાઈ દલવાણી નામના વેપારીને પોલીસે રોકાવી ચેક કરતા તેના કબજામાંથી દારૃની એક બોટલ મળી આવી હતી. તે બોટલ કામદારકોલોનીવાળા હીરેન ઈન્દ્રજીત ચંદન પાસેથી લીધાનું ખૂલ્યું છે.
રણજીતસાગર રોડ પર એમઈએસના ગેઈટ પાસેથી ગઈકાલે રાત્રે આલાપ એવન્યુમાં રહેતો પદમબહાદુર ઝપટ સાઉદ નામનો વેપારી શખ્સ દારૃની એક બોટલ સાથે પકડાયો છે.
લાલપુર શહેરના ચાર થાંભલા વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે જઈ રહેલા જામનગરના લાલવાડી આવાસમાં રહેતા વિવેક જયરાજભાઈ ચૌહાણ નામના શખ્સે પોલીસે રોકી ચેક કરતા તેના કબજામાંથી દારૃની ત્રણ બોટલ મળી આવી હતી.
જામજોધપુરના માર્કેટીંગ યાર્ડમાં સરકારી ગોડાઉન પાસેથી વિજય જમનાદાસ પાડલીયા નામનો વેપારી અંગ્રેજી શરાબની ત્રણ બોટલ સાથે ઝડપાઈ ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial