Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શેરી ફેરિયાઓનું સન્માનઃ સપરિવાર સ્નેહમિલન

સાંસદ, ધારાસભ્ય, મેયર, મહાનુભાવો દ્વારા

જામનગર તા. ર૯ઃ સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને પી.એમ. સ્વનિધિ યોજના હેઠળના શેરી ફેરિયાઓ તથા તેમના પરિવારજનોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છૂટક વ્યવસાય કરતા શેરી ફેરિયાઓને સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના મહાનુભાવો દ્વારા સન્માનિત કરાયા હતાં.

શહેરના ધન્વન્તરિ ઓડિટોરિયમમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને પી.એમ. સ્વનિધિ યોજના હેઠળના શહેરી શેરી ફેરિયાઓ સ્ટ્રીટ વેન્ડર્સ તથા તેમના પરિવારજનોના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતાં.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, કોઈપણ યોજના સાચા અર્થમાં ત્યોર જ સાર્થક થાય છે જ્યારે સાચા વ્યક્તિને તેનો લાભ મળે છે તેથી જ સમાજના દરેક વર્ગના લોકોને સીધો ફાયદો કરે એ પ્રકારની અનેક યોજનઓ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. ભૂતકાળમાં લોન તો દૂરની વાત પરંતુ લોકો બેંકમાં જવાનું પણ વિચારી ન શતા ત્યારે આજે નાનામાં નાના માણસને પણ નરેન્દ્રભાઈ મોદીના સુદીર્ઘ આયોજનને કારણે સરળ રીતે લોન સહિતના લાભો મેળવવા સરળ અને સુગમ બન્યા છે. સરકાર પોતે જ આજે નાના માણસની ગેરંટર બની છે અને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તમામ વર્ગને અનેકવિધ લાભો પહોંચાડી 'સૌનો સાથ સૌનો વિકાસ' મંત્રને ચરિતાર્થ કરી રહી છે.

ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સરકાર ગરીબોની સેવા, શ્રમિકોનું સન્માન અને વંચીતોને માન આપવાના મંત્ર સાથે આગળ વધી રહી છે અને તેથી જ છેવાડાના માનવીને આવરી લેતી એનક યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. સામાનય માનવીના ઉત્થાન થકી ર૦૪૭ સુધીમાં દેશને વિકસિત દેશ બનાવવા સુધીની સફર પૂર્ણ કરવાની નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ છે.

આ પ્રસંગે પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓએ ઉત્સાહભેર પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયમાં અમારા ધંધા બંધ થયા હતાં. ત્યારે આ યોજનાના માધ્યમથી અમને સરળ રીતે લો ઉપલબ્ધ થતા અમે ફરી પગભર બની શક્યા અને અમારા ધંધા રોજગાર ફરી આગળ વધી શક્યા. જેનાથી અમારા પરિવારને ખૂબ જ રાહત મળી અને અનેક પ્રકારની હાડમારીમાંથી અમે બચી શક્યા. કાર્યક્રમ અંતર્ગત વિવિધ બેંકના પ્રતિનિધિઓ તથા યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતાં તેમજ ઉપસ્થિત સૌ કોઈએ વડાપ્રધાનનો વીડિયો સંદેશો નિહાળ્યો હતો. મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ સૌ મહાનુભાવોને સ્વાગત પ્રવચન વડે આવકાર્યા હતાં જ્યારે કાર્યક્રમની આભારવિધિ આસિસ્ટન્ટ કમિશનર કોમલબેને કરી હતી.

આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી તથા રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, શહેરી ગરીબ કલ્યાણ સમિતિના ચેરમેન ગીતાબા જાડેજા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કોર્પોરેટરો તથા બહોળી સંખ્યામાં શેરી ફેરિયાઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh