Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૯ઃ જામનગર શહેરનો સેવા સેતુ કાર્યક્રમ જામનગર મહાનગરપાલિકા દ્વારા (વોર્ડ નં. ૧ થી ૮), આગામી તા. ૬-૧-ર૪, શનિવારના યોજવામાં આવ્યો છે. જેમાં સવારના ૯ થી સાંજના પ કલાક સુધી એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલ, જામનગરમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો જેવા કે, જન્મ મરણના દાખલાઓ, લગ્ન નોંધણીના પ્રમાણપત્રો, પ્રોપર્ટી ટેકસના પ્રશ્નો, કારખાના લાયસન્સ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના મુદાઓ વ્યક્તિગત રીતે જે કોઈ અરજદારના હોય તે લેેવાના છે. તે જ રીતે સરકારની સેવાઓ જેવી કે, આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, રાશનકાર્ડ, ક્રીમીલેયર સર્ટિફીકેટ, જાતિનો દાખલો, પીજીવીસીએલ (જીઈબી) લગતના મુદ્દાઓ, સમાજ કલ્યાણ અને પછાત વર્ગ વિભાગ હસ્તકના દાખલાઓ અને સર્ટિફીકેટ આ ઉપરાંત લેન્ડ રેકર્ડ વિભાગને લગતા મુદ્દાઓ, આધારકાર્ડની કામગીરી જેવી કે આધારકાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, આઈસીડીએસ બાળકોના આધારકાર્ડ, ૦ થી પ વર્ષના બાળકોના આધારકાર્ડ, રેવન્યુ રેકર્ડ માટે વરસાઈ અરજી, ઘરેલું નવા વિજ જોડાણ માટેની અરજીઓ, મેડિકલ કેમ્પ, બેંક લોન અંગે માર્ગદર્શન તથા ભીમ એપ, કેસલેશ લીટરેસી વિગેરે કાર્યવાહી આ દિવસે હાથ ધરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial