Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલના વાડી વિસ્તારમાં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૨૯ઃ ધ્રોલના વાડી વિસ્તારમાં એક શ્રમિક મહિલાનું મૃત્યુ નિપજ્યા પછી તેના પતિ સામે હત્યાનો આરોપી મુકાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
ધ્રોલના એક વાડી વિસ્તારમાં મજૂરીકામ માટે આવીને રહેતા કેરૃભાઈ ભંગડાભાઈ ડાવર નામના પરપ્રાંતિય શખ્સની પત્નીનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના ગળામાં દોરી વડે ગળાટૂંપો આપવામાં આવ્યો હોય તેવા નિશાનો જોવા મળ્યા હતા.
ત્યારપછી કેરૃ ડાવર સામે તેની પત્નીની હત્યા નિપજાવવા અંગે ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલવા પર આવતા બચાવ પક્ષે દલીલ કરી હતી કે, દોરીના જે નિશાન જોવા મળ્યા છે તે માત્ર આગળના ભાગે હતા, આખા ગળાની ફરતે તે નિશાન મળ્યા નથી અને કોઈને મારી નાખવાનો પ્રયાસ કરાય તો મૃતક પણ બચાવનો પ્રયાસ કરે અને બંને પક્ષને તેમાં ઈજા થઈ શકે. જ્યારે આ કેસમાં આ પ્રકારના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે આત્મહત્યાના આ કેસમાં માત્ર શંકાના આધારે આરોપીને ફીટ કર્યાે છે.
બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી કેરૃ ડાવરનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ મીનાબેન ભાયાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial