Advertisement
Author: નોબત સમાચાર

શ્વાસ લેવામાં તકલીફ શરૃ થયા પછી સારવારમાં નગરના પ્રૌઢનું થયું મૃત્યુ

હૃદયરોગના હુમલાથી ખંભાળિયાના યુવાનનું મૃત્યુઃ

જામનગર તા. ૨૯ઃ જામનગરના મોમાઈનગરમાં રહેતા એક પ્રૌઢને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગ્યા પછી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે દસેક દિવસ પહેલાં હૃદયરોગનો હુમલો આવી જતાં ખંભાળિયાના યુવાનનું મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મોમાઈ નગરની શેરી નં.૩માં રહેતા સુરૃભા ગોવુભા ચૌહાણ નામના અઠ્ઠાવન વર્ષના પ્રૌઢ ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસમાં તકલીફ થવા લાગતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યાનું પુત્ર મહાવીરસિંહે પોલીસમાં જાહેર કર્યું છે.

ખંભાળિયા શહેરમાં હરસિદ્ધિનગરમાં રહેતા ભરતભાઈ પ્રવીણભાઈ દોડીયા નામના યુવાનને ગઈ તા.૧૭ના દિને છાતીમાં દુખાવો ઉપડતા તેઓને દવાખાને ખસેડવામાં આવ્યા પછી વધુ સારવાર માટે નગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. મનીલાબેન ભરતભાઈએ ખંભાળિયા પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh