Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ઉદભવેલી ટ્રાફિક સમસ્યા નિવારવા
જામનગર તા. ર૯ઃ જામનગરમાં અંબર ચોકડીથી જી.જી. હોસ્પિટલ તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. આથી સોલેરિયમ વાળો માર્ગ ખુલ્લો કરવો જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. અખિલ ભારતીય કોળી સમાજ (જામનગર જિલ્લા)ના મહામંત્રી સુભાષ ગુજરાતીએ કેન્દ્રના ગૃહમંત્રીને પાઠવેલ પત્રમાં રજુઆત કરતા જણાવ્યું છે કે, અંબર ચોકડી પાસે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. આ માર્ગે, હોસ્પિટલ, અનેક સ્કૂલો આવેલ છે. નવાગામ (ઘેડ)માં ચાલીસ હજાર લોકો વસવાટ કરે છે. દર્દીઓને લઈ જતી ૧૦૮ એમ્બ્યુલન્સને સમસ્યા નડી રહી છે. આથી સોલેરિયમથી આર્મી વિસ્તારને જોડતો માર્ગ જે હાલ બંધ કરાયો છે તેને પુનઃ ખોલી આપવો જોઈએ. આથી ટ્રાફિક સમસ્યામાંથી લોકોને રાહત મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial