Advertisement
Author: નોબત સમાચાર

જેડીયુ ના અધ્યપક્ષદેથી લલનસિંહનું રાજીનામું: હવે નીતિશકુમાર સર્વેસર્વા

'મહાગઠબંધનને નીતિશના ચહેરાની જરૂર' એવું લખેલા પોસ્ટરો લાગ્યાઃ મુખ્યમંત્રી ઉપરાંત અધ્યક્ષપદ પણ સંભાળશે

નવી દિલ્હી તા. ર૯ઃ  દિલ્હીમાં જનતાદળ યુનાઈટેડ બેઠકમાં આજે લલનસિંહે રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યા પછી મુખ્યમંત્રી નીતિશ કુમાર નવા અધ્યક્ષ બન્યા છે. આ સાથે દિલ્હીમાં પોસ્ટર લાગ્યા છે તેમાં નીતિશકુમારને મહાગઠબંધનના ચહેરા તરીકે વર્ણવાયા છે.

લોકસભા ચૂંટણી પહેલા જનતા દળ યુનાઈટેડની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આજે સવારે ૧૧-૩૦ વાગ્યાથી કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાઈ હતી, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, અને નીતિશકુમાર રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતાં.

સભા પહેલા કોન્સ્ટિટ્યુશનલ ક્લબની બહાર પોસ્ટરો લગાવવામાં આવ્યા હતાં. તેમાં લખ્યું હતું કે, 'જો મહાગઠબંધનને જીત જોઈતી હોય તો તેના ચહેરા તરીકે નીતિશની જરૃર છે.' આ પહેલા ગુરુવારે સીએમ નીતિશે પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયમાં તમામ રાષ્ટ્રીય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

બેઠક પહેલા જેડીયુ નેતાઓએ નીતિશકુમારના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં. ેશનો નેતા કેવો હોવો જોઈએ, દેશના પીએમ નીતિશ કુમાર જેવો કેવો હોવો જોઈએ તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. નીતિશકુમારને પીએમ પદના ઉમેદવાર બનાવવાના સવાલ પર શ્રવણ કુમારે કહ્યું કે કાર્યકર્તાઓ ઉત્સાહી છે.

છેલ્લા અહેવાલો મળ્યા તે મુજબ નીતિશકુમારને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનવિરોધ ચૂંટી લેવામાં આવ્યા છે અને તેઓ હવે જનતા દળ (યુ) ની કમાન સંભાળશે. તે પહેલા લલનસિંહનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હતું.

હવે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર જેડીયુના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હોવાથી બન્ને પદ સંભાળશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જેડીયુ કાર્યકર્તાઓની માગ પર નીતિશકુમાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે, જો કે લોકસભાની ચૂંટણીના આયોજનને લઈને લલનસિંહની પ્રવૃત્તિ વધશે. નીતિશકુમાર લલનસિંહને ઘણી નવી અને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપશે તેમ જણાય છે.

રાજીનામું આપતા પહેલા લલનસિંહ એ જ કારમાં સીએમ નીતિશકુમાર સાથે બેઠકમાં પહોંચ્યા હતાં. સભા પહેલા સમર્થકોએ નીતિશની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં. કાર્યકર્તાઓ 'નીતિશ કુમાર ઝિંદાબાદ'ના નારા લગાવતા જોવા મળ્યા હતાં. નીતિશકુમાર દેશના વડાપ્રધાન બનવું જોઈએ, તેવા નારા પણ સંભળાયા હતાં. એમ કહેવાય છે કે, લલનસિંહ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. બીજી તરફ ૧૧ ધારાસભ્યોની ગુપ્ત મિટિંગના અહેવાલોને અફવા ગણાવીને ફગાવાઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh