Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાયબ ઈજનેરને ગાળો ભાંડી અપાઈ ધમકીઃ
જામજોધપુર તા. ૨૯ઃ જામજોધપુરના માંડાસણ ગામમાં ગઈકાલે ચેકીંગ માટે પહોંચેલી વીજ કંપનીની ટૂકડી સાથે સરપંચના બે પુત્રએ માથાકૂટ કરી નાયબ ઈજનેર તથા સાથે રહેલી પોલીસ ટીમને ગાળો ભાંડી હતી. નાયબ ઈજનેરે ફરજમાં રૃકાવટ કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં ગઈકાલે સવારે જામનગરથી પીજીવી સીએલની ચેકીંગ ટૂકડી વીજ ચેકીંગ માટે પહોંચી હતી. આ ટૂકડીમાં જામજોધપુરની વીજ કચેરીમાં નાયબ ઈજનેરની ફરજ બજાવતા શિરીષ એન. પટેલ તથા સ્ટાફ અને જામજોધપુર પોલીસ મથકનો સ્ટાફ સાથે હતો.
ચેકીંગ દરમિયાન તેઓ જ્યારે એક મકાન પાસે પહોંચ્યા ત્યારે ત્યાં ધસી આવેલા માંડાસણ ગામના સરપંચ વિઠ્ઠલભાઈ સાકરીયાના પુત્ર શૈલેષ તથા અતુલે અમારા ગામમાં વીજ ચેકીંગ માટે કેમ આવ્યા છો તેમ કહી ગાળો ભાંડી હતી અને ફરીથી આવ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
વીજ ચેકીંગ દરમિયાન આવી રીતે ધમાલ મચતા ચેકીંગ સ્ટાફ હેબતાયો હતો. આ બાબતની ગઈકાલે બપોરે નાયબ ઈજનેર એસ.એન. પટેલે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ સરપંચ પુત્ર શૈલેષ અને અતુલે વીજ અધિકારીઓ અને સાથે રહેલા પોલીસ સ્ટાફને ગાળો ભાંડી તેનો વીડિયો વાયરલ થયો છે. શૈલેષ સાકરીયાના પત્ની હંસાબેન તાલુકા પંચાયતમાં પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં શૈલેષ તથા અતુલના પિતા વિઠ્ઠલભાઈ માંડાસણના સરપંચ છે. શૈલેષ સાકરીયા એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદી જવામાં માહીર ગણાઈ રહ્યા છે. તેઓ કોંગ્રેસમાંથી બેવાર, ભાજપમાંથી બેવાર, બહુજન સમાજ પાર્ટીમાંથી એકવાર પક્ષપલ્ટો કરી ચૂક્યા છે. હાલમાં તેઓ ભારતીય જનતા પક્ષનો ખેચ ધારણ કરે છે. તેઓએ આવી રીતે વીજ અધિકારીઓની કાર્યવાહીમાં અડચણ કરી ફરજમાં રૃકાવટ કરતા ચર્ચા જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial