Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગીરાના વાલીએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૨૯ઃ ધ્રોલ પંથકમાં મજૂરીકામ માટે આવીને રહેતા એક પરપ્રાંતિય પરિવારની સોળેક વર્ષની પુત્રી એક મહિના પહેલાં ભેદી રીતે ગુમ થયા પછી આ તરૃણીનું મધ્યપ્રદેશનો એક શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા એક પરપ્રાંતિય પરિવારની પંદર વર્ષ અને અગિયાર મહિનાની વય વાળી પુત્રી ગયા મહિનાની ૨૯ તારીખે સાંજના સમયે તેના રહેણાંકના સ્થળેથી ભેદી સંજોગોમાં લાપત્તા બની હતી.
આ તરૃણીની તેણીના પરિવારે શોધખોળ શરૃ કર્યા પછી નજીકમાં જ આવેલા બીજા ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતો મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ઉમરી ગામનો કુંવરસિંગ મગનભાઈ વસુનીયા નામનો શખ્સ પણ ગુમ હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી તપાસ કરાવાતા આ તરૃણીને કુંવરસિંગ નસાડી ગયો હોવાની આશંકા સેવી આ તરૃણીના વાલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial