Advertisement
Author: નોબત સમાચાર

બક્ષીસ ડીડ રદ્દ કરવા તથા પાર્ટીશનના દાવામાં મનાઈહુકમની માગણી થઈ રદ્દ

ચેલાની ૧૫ વીઘા ખેતીની જમીન અંગેનું

જામનગર તા. ૨૯ઃ જામનગરના ચંગા ગામમાં આવેલી ખેતીની એક જમીન તેના માલિક મહિલાએ પોતાના પુત્રને બક્ષીસમાં આપતા તે દસ્તાવેજ રદ્દ કરવા અદાલતમાં દાવો કરાયો હતો અને વચગાળાનો મનાઈહુકમ મગાયો હતો. અદાલતે વચગાળાના મનાઈહુકમની માગણી રદ્દ કરી છે.

જામનગરના ચંગા ગામમાં અમૃતબેન નથુભાઈ જાખરીયા નામના મહિલાએ ૧૫ વીઘા ખેતીની જમીન પોતાના પુત્ર દિનેશ નથુભાઈને બક્ષીસમાં આપતા સ્વ. અરવિંદભાઈ નથુભાઈના વારસોએ સિવિલ કોર્ટમાં આ જગ્યામાં પોતાનો હિસ્સો હોવાનું જણાવી બક્ષીસ ડીડ રદ્દ કરવા અને પાર્ટીશન કરી આપવા દાવો નોંધાવી મનાઈહુકમ માગ્યો હતો.

આ દાવામાં પ્રતિવાદી પક્ષે દલીલ કરી હતી કે, કાયદેસર પ્રક્રિયાથી બક્ષીસ ડીડ કરવામાં આવ્યું છે. શૈલેષ નથુભાઈનું અપરિણીત અવસાન થયું હોય તેમના માતા અમૃતબેનનો પ્રથમ હક્ક હોવાથી અને આ મિલકત વડીલોપાર્જીત ન હોવાથી વાદી તેમાં હિસ્સો મેળવવા હકદાર નથી. માતાની સેવાચાકરી અને ખાધા ખોરાકી દિનેશભાઈ આપતા હોવાથી તેઓને બક્ષીસમાં તે જમીન આપવામાં આવી છે.

અદાલતે બંનેની દલીલો સાંભળ્યા પછી વાદીની વચગાળાની મનાઈહુકમની માગણી રદ્દ કરી છે. પ્રતિવાદી તરફથી વકીલ જય અગ્રાવત રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh