Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયાઃ યાર્ડ પાસે નેશનલ હાઈવે નજીક બે ભૂવા પડતા કામગીરી સામે પ્રશ્નાર્થ

એક ભૂવામાં ટ્રક ફસાતા વાહન વ્યવહારને અસરઃ

ખંભાળિયા તા. ર૯ઃ ખંભાળિયામાં દ્વારકા બાયપાસ પાસે યાર્ડ નજીક પાકની જણસ ભરેલો ટ્રક નીકળવા જતા જમીનમાં મોટો ભૂવો પડતા ટ્રકના ટાયર મસમોટા ભૂવામાં ઘૂસી ગયા હતાં અને ટ્રક ફસાઈ ગયો હતો. જેના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.

જે જગ્યાએ ટ્રક ફસાઈ ગયો તે ભૂવાની બાજુમાં પણ પાંચ-સાત ફૂટ ઊંડા બે ભૂવા પડ્યા હતાં. નેશનલ હાઈવે ઓથોરીટીની દેખરેખ હેઠળ ચાલતી કામગીરી અંગે પણ સવાલો ઊઠવા પામ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh