Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં કાયદાકીય જાગૃતિ માર્ગદર્શન સેમિનાર

મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત

ખંભાળીયા તા. ૨૯ઃ મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈસીડીએસ શાખા તાલુકા પંચાયત દ્વારકાના સંકલનથી હિરબાઈ મેપાભાઈ માણેક નગરપાલિકા હોલ, દ્વારકામાં આંગણવાડી વર્કરના બહેનો સાથે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-ર૦૧૪ ના અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

આ કાયદાકીય જાગૃતિ સેમિનારમાં મદદનીશ સરકારી વકીલ વી.એચ. પંચમતીયા દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ર૦૧૩ કાયદાની જોગવાઈઓ તથા કલમો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-ર૦૧૩ કાયદા સંબંધે મદદનીશ સરકારી વકીલ વી.એચ. પંચમતીયા દ્વારા કાયદાના ઈતિહાસથી લઈ વિશાખા જજમેન્ટ સુધીની કાયદાની સફર વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત સમગ્ર દેશમાં મહિલાઓ વિરૃદ્ધ થતા જાણીય ગુનાઓના આંકડાઓ રજુ કર્યા હતાં. તેમજ જો કોઈ મહિલા જાતીય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત ફિલ્ડ ઓફિસર શ્રી કે.ડી. ચેતરીયા દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી હતી. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વગેરે પ્રકલ્પોના કર્મચારીઓ દ્વારા ઘરેલું હિંસાનો ભોગ બનનારને આ બધા પ્રકલ્પો પીડિતાને કેવી રીતે મદદરૃપ થાય છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ સેમિનારમાં બહોળી સંખ્યામાં આંગણવાડી વર્કરના બહેનો માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh