Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રસૂતાને હોસ્પિટલ પહોંચવા પાંચ કિલોમીટર ચાલવું પડયું હતું.
ગાઝા પટ્ટી તા. ર૯ઃ ગાઝાની એક મહિલાને હોસ્પિટલ પહોંચવા માટે પ કિમી ચાલવું પડ્યું હતું. ૪ બાળકોને જન્મ આપ્યો હતો. ગાઝા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અનેક લોકોના જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ગાઝા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અનેક લોકોના જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દરમિયાન દક્ષિણ ગાઝાની હોસ્પિટલમાં ઈમામ અલ-મસરી નામની મહિલાએ એક સાથે ૪ બાળકોને જન્મ આપ્યો છે. જેમાંથી ર છોકરાઓ અને બે છોકરીઓ છે. એક બાળકને તેની ગંભીર હાલતને કારણે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઈમામને હોસ્પિટલ પહોંચાડવા માટે તેના જબલિયા રેફયુજી કેમ્પથી પગપાળા પ કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હતું. વાસ્તવમાં, ઉત્તર ગાઝાની રહેવાસી ઈમાન અલ-મસરી યુદ્ધ દરમિયાન સલામતીની શોધમાં તેના પરિવાર સાથે બીન હનુનમાં તેના ઘરેથી ભાગી ગઈ હતી. તેણે જણાવ્યું કે જે સમયે તે ઘરેથી ભાગી હતી તે સમયે તે ૬ મહિનાની ગર્ભવતી હતી અને તેની સાથે ત્રણ બાળકો હતાં. ઈમાન તેના પરિવાર સાથે અલ-બાલાની એક શાળામાં રહે છે, જે શરણાર્થીઓ માટે બનાવવામાં આવી છે.
તેમના સિવાય પ૦ વધુ પરિવારો અહીં રહે છે. ર૮ વર્ષીય મહિલાએ જણાવ્યું કે તેને હોસ્પિટલ પહોંચવા માટે પ કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હતું. આ કારણે મને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ૧૮ મી ડિસેમ્બરે સી વિભાગ દ્વારા ૪ બાળકોને જન્મ આપ્યો. તેમને બે પુત્રીયો ટિયા અને લીન અને પુત્રો યાસિર અને મોહમ્મદ છે. ઈમામે કહ્યું કે મહોમ્મદનું વજન માત્ર એક કિલોગ્રામ (ર.ર.પાઉન્ડ) છે, તે બચી શકશે નહીં. ડિલિવરી પછી તરત જ, તેણીને તેના ત્રણ નવજાત બાળકો સાથે હોસ્પિટલ છોડવાનું કહેવામાં આવ્યું કારણ કે તે સ્થળે અન્ય યુદ્ધ ઘાયલો માટે પણ હતું.
ઈમામે કહ્યું કે જ્યારે યુદ્ધ શરૃ થયું ત્યારે અમે વિચારી રહ્યા હતા કે તે માત્ર એક બે અઠવાડિયા સુધી ચાલશે. તેથી જ અમે ઉનાળાના કપડાં લઈ ગયા. શેલ્ટર હોમમાં જીવન નરક જેવું છે. હવે ૧૧ અઠવાડિયા થઈ ગયા છે, આ યુદ્ધે ર૪ લાખ લોકોના જીવનને અસર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial