Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નીચેની અદાલતે માગણી નકારી હતીઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના એક યુવતીએ પોરબંદરમાં રહેતા પતિ પાસેથી ભરણપોષણ મેળવવા કરેલી અરજી નામંજૂર થતાં સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ હતી. કોર્ટે દર મહિને રૃા.૩ હજાર ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરમાં રહેતા નફીસાબેનના નિકાહ પોરબંદરમાં રહેતા ઈમરાન અબ્દુલહબીબ મુસાણી સાથે થયા હતા. પતિ ઈમરાન સહિતના સાસરીયાએ નફીસાને અવારનવાર હેરાન કરી ત્રાસ આપી કરિયાવર ઓછું લાવી છો કહી શારીરિક-માનસિક ટોર્ચર કરી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુુક્તા નફીસાબેને પોરબંદરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્યારપછી જામનગરની અદાલતમાં ઘરેલુ હિંસાના કાયદા હેઠળ કેસ કર્યાે હતો. જેમાં તેઓએ ભરણપોષણની માગણી કરી હતી. તે માગણી નામંજૂર કરાતા નફીસાબેને સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. અદાલતે દર મહિને રૃા.૩ હજાર ચૂકવવા પતિને હુકમ કર્યાે છે. અરજદારણ તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial