Advertisement
Author: નોબત સમાચાર

એન.ડી. ક્રિએટીવ દ્વારા માર્ગદર્શક સેમિનાર

ધો. ૧૦ ના વિદ્યાર્થીઓ માટે

જામનગર તા. ર૯ઃ જામનગર એન.ડી. ક્રિએટીવ દ્વારા એક માર્ગદર્શક સેમિનાર તા. ૩૧/૧ર ને રવિવારે સવારે ૧૦ થી ૧૧ તથા ૧૧ થી ૧ર એમ બે સમયમાં એન.ડી.સી. ફ્રી હેલ્થ સેન્ટર, ડો. હેડગેવાર, ભવનની બાજુમાં, સ્વામિનારાયણનગર, હાલાર હાઉસ પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં ધો. ૧૦ ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?, ગુજરાતી, ગણિત, અંગ્રેજી સહિતના વિષયોમાં પરીક્ષાનો ભય રાખ્યા વગર કઈ રીતે તૈયાર કરી શકાય? અને સારા ગુણ મેળવી શકાય? વિગેરે અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારમાં જોડાનારને એનડીસી પરિવારના સહયોગથી પુસ્તિકા 'પરીક્ષા ડરના મનાહ' નિઃશુલ્ક આપવામાં આવશે. આ સેમિનારમાં જોડાવવા માંગતા વિદ્યાર્થીઓએ પોતાનું નામ તથા અનુકૂળ સમય લખીને મો. ૯૦૩૩પ પ૭૭૯૯ ઉપર વોટ્સએપ કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh