Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ તથા ખર્ચ પણ આપવા આદેશઃ
જામનગર તા. ૨૬: જામનગરના એક આસામીની મોટરને અકસ્માતમાં થયેલું નુકસાન વીમા કંપનીએ ન ચૂકવતા ગ્રાહક ફોરમમાં ધા નાખવામાં આવી હતી. ફોરમે વ્યાજ સાથે વળતર આપવા હુકમ કર્યાે છે.
જામનગરના અબ્બાસભાઈ જખરા નામના આસામીની મોટરને ફલ્લા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. ત્યાં આવેલી ગોળાઈમાં આ મોટર ગોથું મારી જતાં તેમાં નુકસાન થયું હતું. નુકસાની બદલ વળતર મેળવવા વીમા કંપની સમક્ષ કલેઈમ કરાતા અબ્બાસભાઈએ બાયો ફ્યુઅલ સિસ્ટમનું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોવાનું જણાવી વીમા કંપનીએ ક્લેઈમ રદ્દ કર્યાે હતો. તેથી ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે નુકસાનીની રકમ રૂ.૨,૬૯,૬૬૮ છ ટકા વ્યાજ સાથે અને રૂ.૫ હજાર ફરિયાદ ખર્ચ પેટે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ હુસેન ખીરા, સોહિલ બેલીમ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial