Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિક નિવાસી કલેકટર બી.એન. ખેરના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૨૬: જામનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જામનગરમાં પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર યોજના (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) ખોલવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જે અન્વયે રજૂ થયેલ અરજીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના જોડિયા ભૂંગા વિસ્તાર, મહાકાળી ચોક ઢીંચડા રોડ, મોહનનગર, યોગેશ્વરનગરમાં તેમજ જામજોધપૂર તાલુકાના ગીંગણી, પાટણ-પરડવા તથા સમાણા ગામે નવી દુકાનો ખોલવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી.બારડ દ્વારા મામલતદારો તરફથી રજૂ થયેલ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને વિવિધ કેટેગરીના અનુસંધાને ખોલવા પાત્ર થતી દુકાનોના જાહેરનામા પ્રસિધ્ધ કરવા અંગે કાર્યવાહી કરવાનો સભ્યો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નુપુર પ્રસાદ તથા કમિટીના સભ્યો હાજર રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial