Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ટાઉનહોલના રિનોવેશન માટે રૂ. ૭ કરોડ ખર્ચાયાઃ મનપાએ જાહેર કર્યો વિસ્તૃત રિપોર્ટ

ક્યાં, કેટલુ, ક્યા પ્રકારનું કામ અને નવી સગવડો તથા સિસ્ટમ સુધારણાના આંકડા જાહેર કરાયા

જામનગર તા. ર૬: જામનગર મહાનગરપાલિકાના ટાઉનહોલના   રીનોવેશનના કામ અંગેની કામગીરીનો અહેવાલ રજૂ કરાયો છે, તેમા સાત કરોડના ખર્ચની હકીકત સ્વીકારાઈ છે અને ક્યા, કેટલો, ક્યા પ્રકારનો ખર્ચ થયો તેના આંકડા જાહેર કરાયા છે.

જામનગર મહાનગર પાલિકાએ ટાઉનહોલીમાં સાત કરોડ નો ખર્ચ કર્યો છે.તે બાબતે ઉઠેલ ચર્ચા અંગે જરૂરી માહિતી જાહેર કરવામાં આવી છે, તે મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ને રીનોવેશન દરમ્યાન જુના ટાઉનહોલમા જે તે સમયે એટલે કે, વર્ષ ૨૦૦૪ માં સીવીલ સ્ટ્રકચરનું કામ પૂર્ણ કરી ને નવેસર થી કાર્યરત કરવામા આવેલ. ત્યારબાદ મેજર રીનોવેશન તથા જરૂરી એડીશન અલ્ટ્રેશન સીવીલ વર્ક તથા ઈન્ટીરીયર વર્ક, ઈલેકટ્રીકલ, લાઈટ અને સાઉન્ડની તમામ આઈટમો નવી ફીટીંગ કરીને કુલ રૂ. ૭.૦૩ કરોડનો ખર્ર્ચે ટાઉનહોલમાં કરવામાં આવ્યો છે. જેમાં  સીવીલ વર્ક અન્વયે  ટાઉનહોલની એન્ટ્રીમાં  ફેરફાર કરવાનું મુખ્ય કારણ ટાઉનહોલની સ્ટેજ બાજુમાં જુનો સાઉન્ડ કન્ટ્રોલ રૂમ, ઈલેક્ટ્રીકલ રૂમ પરફોર્મન્સ કે નાટક, સંગીતના પ્રોગ્રામમા નડતરરૂપ હતો તેને સામેની બાજુએ વ્યવસ્થિત રીતે નવો બનાવવામાં આવેલ છે. તેમજ તેમના માટે થીયટર પીપલના  વિરલભાઈ રાચ્છ ના સૂચન  તેમજ જામનગર મહાનગરપાલિકાના અધિકારી અમદાવાદ તથા રાજકોટ ટાઉનહોલ ની વિઝીટ લઈને જરૂરી ફેરફાર કરવામાં આવેલ છે.

આ રિપોર્ટ મુજબ સિવિલ વર્કમા મુખ્યત્વે ૪ નવા સ્ટેર કેસ, ૨ નવી ઈન્ટરકનેકટેડ સ્ટેર કેસ તથા સ્ટેર કેસનું આર.સી.સી. કામ પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે એન્ટ્રેન્સ ફોયર તેમજ તમામ બારી દરવાજામાં ચેનાઈટનું ફીટીંગ વર્ક ૧૧૪૨ ચો.મી. તથા ટોયલેટ બ્લોકનું સંપૂર્ણપણે રીનોવેશન તેમજ બહારના ભાગે વધારાનુ નવુ ટોયલેટ બ્લોક તથા પાર્કીંગમા તેમજ ઓડીટોરીયમ સરાઉન્ડીંગ બહારના ભાગે પેવીંગ બ્લોક ૩૦૭૫ ચો.મી.નું કામ તથા કમ્પાઉન્ડ વોલ ઉચી લેવાનું કામ, મુખ્ય સ્ટેજનુ ફેબ્રીકેશન વર્ક, એલ્યુમીનીયમ (સાઉન્ડ પ્રૂફ) ડીજી સેકશન ૧૮૦ ચો.મી. વર્ક તેમજ ટીકવુડન વર્ક ૧૪૭૨ ચો.ફુટ, વુડન વર્ક ૩૧૫૮ સ્કે. ફુટનું કામ તેમજ વોટર પ્રૂફીંગ ૧૪૪૦ ચો.મી.નું  કામ કરવામાં આવ્યું છે.

ઇન્ટીરીયર કામગીરી મા  ટાઉનહોલ ઓડીટોરીયમ તેમજ અન્ડરગ્રાઉન્ડ હોલને સાઉન્ડ પ્રૂફ / સાઉન્ડ ઓક્શન માટે સીલીંગ તેમજ વોલ પેનલીંગનું વર્ક કુલ મળી ૧૮૨૮ ચો.મી.નું કામ કરવામા આવ્યું છે. ઓડીટોરીયમ ની તમામ ચેર નવી ઈન્સ્ટોલ કરવામા આવી છે, તેમજ આગળ ની બે રોમા પુશબેગ ચેર ઈન્સ્ટોલ કરવામા આવી છે. ઓડીટોરીયમ ની અંદરના ભાગે ૯૨૦ ચો.મી. કારપેટ લગાવવામા આવેલ છે.

લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ વર્કમાં જોઇએ તો મ્યુનિ. ટાઉનહોલમાં સાઉન્ડ સિસ્ટમ અને ઈલેકટ્રીફીકેશનને સુદૃઢ બનાવવા મેઈન એલ.ટી. પેનલ ૮૦૦ એમ્પીયર / એપીએપસી, ૮૦૦ એમ્પીયર એ.સી.બી. હેવલ્સ બ્રાન્ડનું કામ કરવામાં આવેલ છે. તેમજ ઓડીટોરીયમની સીલીંગ પેનલ લાઈટીંગ હેવલ્સ બ્રાન્ડની ઈન્સ્ટોલ કરવામા આવેલ છે. તેમજ સ્ટેજ લાઈટીંગમાં સ્પોટ લાઈટ, (કન્વેન્સનલ અને મોર્ડન) પ્રોફાઈલ લાઈટ, આર.જી.બી. લાઈટીંગ, બી.એસ.ડબલ્યુ લાઈટીંગ, આર.જી.બી. વોશ લાઈટ, હેલોજન લાઈટ જીયા, એપ્રો તેમજ ઝેડ બ્રાન્ડની ઈન્સ્ટોલ કરવામા આવેલ છે. તેમજ તેનુ આધુનિક ડીઝીટલ લાઈટ કન્ટ્રોલર, ઓડીટોરીયમમા યામાહા એમ.જી.પી. ૩૨ સાઉન્ડ ડીઝીટલ મિકસર તથા ૧૨૦૦૦ વોટ સ્પીકર  લાઈન એરી ૮ નંગ તથા ૩૦૦૦ વોટ બેઈઝ સ્પીકર એ.એલ.એફ. હાઈટેક બ્રાન્ડના લગાવવામાં આવ્યા છે. ૪૦૦ વોટના ૪ નંગ અને ૮૦૦ વોટના ૨ નંગ મોનીટર સ્પીકર લગાવવામા આવ્યા છે. તથા ૨૦૦૦૦ વોટના ૭ નંગ એમ્પલીફાયર લગાવવામાં આવેલ છે. ફુટ માઈક, હેન્ડ હેલ્ડ માઈક્રોફોન તથા કોર્ડ લેસ માઈક્રોફોન ફીટ કરવામાં આવેલ છે. તેમ ભાવેશ જાની (સીટી એન્જિનયર જામનગર મહાનગરપાલિકા ) ની યાદી મા.જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh