Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના સનાતન સર્કલ પાસે ગોળાઈમાં બસે ઠોકર મારતા બાઈકચાલકનું મૃત્યુ

યાત્રાળુ બસના ચાલક સામે કાનૂની કાર્યવાહીઃ

જામનગર તા.ર૬ : દ્વારકાના સનાતન સર્કલ પાસે ગઈકાલે બપોરે એક ખાનગી બસે ગોળાઈમાં સામેથી આવતા બાઈકને ઠોકર મારી દેતા બાઈક પર જઈ રહેલા દ્વારકાના પ્રૌઢનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. બસ ચાલક સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.

દ્વારકા શહેરમાં આવેલા સનાતન સર્કલ પાસેથી ગઈકાલે બપોરે બારેક વાગ્યે આલાભા પાલાભા માણેક (ઉ.વ.પ૮) નામના પ્રૌઢ બાઈક પર પસાર થઈ રહ્યા હતા.

આ વેળાએ ડીડી-૦૧-કે ૯૫૧૪ નંબરની ખાનગી ટ્રાવેલ્સની બસ ગોળાઈમાં ફૂલ સ્પીડમાં ધસી આવી હતી. તેના ચાલકે અકસ્માત સર્જતા આલાભા બાઈક પરથી ફેંકાઈ ગયા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ અને રિટાયર્ડ આર્મીમેન પત્રામલભા પાલાભા માણેકે દ્વારકા પોલીસ સ્ટેશનમાં બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh