Advertisement
Author: નોબત સમાચાર

ભાજપને એક વર્ષમાં રૂ. ૨૨૪૪ કરોડ, બીઆરએસને ૫૮૦ કરોડ અને કોંગ્રેસને મળ્યું ૨૮૯ કરોડનું ડોનેશન

વર્ષ ર૦ર૩-ર૪ માં મોટાભાગની પાર્ટીઓને મળ્યું છે કરોડો રૂપિયાનું ફંડઃ ચૂંટણી પંચે જાહેર કરી માહિતી

નવી દિલ્હી તા. ર૬: વર્ષ ર૦ર૩-ર૪ દરમિયાન ભાજપને રર૪૪ કરોડ તો કોંગ્રેસને ર૮૯ કરોડનું દાન મળ્યું હોવાની વિગતો બહાર આવી છે. ચાલુ વર્ષે તેલંગણાના પૂર્વ સીઆર ચંદ્રશેખર રાવના પક્ષ બીઆરએસને ભાજપ પછી સૌથી વધુ પ૮૦ કરોડ મળ્યા હોવાનું ચૂંટણી પંચને ટાંકીને આવતા અહેવાલો જણાવે છે.

વર્ષ ર૦ર૩-ર૪ માં મોટાભાગની પાર્ટીઓને કરોડો રૂપિયાનું દાન મળ્યું છે. આ યાદીમાં ભારતીય જનતા પાર્ટી ટોપ પર છે અને કોંગ્રેસ ત્રીજા સ્થાને છે. આ વર્ષે ભાજપને કોંગ્રેસ કરતા ૭૭૬.૮ર ટકા વધુ દાન મળ્યું છે. ભાજપને ર૦ર૩-ર૪ માં સૌથી વધુ ર,ર૪૪ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જ્યારે તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પાર્ટી બીઆરએસ બીજા સ્થાને હતી, જેને પ૮૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જ્યારે કોંગ્રેસ ત્રીજા સ્થાને હતી, જેને ર૮૯ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.

ભાજપને ર૦ર૩-ર૪ માં ટ્રસ્ટો અને કોર્પોરેટ ગૃહોએ રૂ. ર,ર૪૪ કરોડ આપ્યા છે, જે ગયા વર્ષ કરતા ૩ ગણા વધુ છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીને ગયા વર્ષે ૭૯.૯ કરોડ રૂપિયા મળ્યા હતાં જે આ વર્ષે વધીને ર૮૮. કરોડ રૂપિયા થઈ ગયા છે.

આ પક્ષોના ડોનેશનનો રિપોર્ટ પણ ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ ભાજપને રૂ. ૭ર૩.૬ કરોડ અને કોંગ્રેસને રૂ. ૧પ૬.૪ કરોડ પુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી મળ્યા છે. આનો અર્થ એ થયો કે ભાજપનું એક તૃતિયાંશ દાન અને કોંગ્રેસનું અડધાથી વધુ દાન પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટમાંથી જ આવ્યું છે. ગયા વર્ષે પ્રુડન્ટમાં સૌથી વધુ નાણાનું યોગદાન આપનાર કંપનીઓમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ, મિત્તલ ગ્રુપ અને ભારતીય એરટેલનો સમાવેશ થાય છે.

જો કે, સુપ્રિમ કોર્ટે ર૦ર૪ માં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્ કરી દીધી હતી. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ દાન આપવા માટે ડાયરેક્ટ ટ્રાન્સફર અથવા ચુંટણી ટ્રસ્ટના માર્ગનો ઉપયોગ કરવો પડે છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાજપને વધુ દાન મળ્યું છે, જો કે આ પહેલીવાર નથી, ર૦૧૯ માં લોકસભા ચૂંટણી પહેલા પણ ભાજપને ૭૪ર કરોડ રૂપિયાનું અને કોંગ્રેસને ૧૪૬.૮ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.

પ્રાદેશિક પક્ષોની વાત કરીએ તો ર૦ર૩-ર૪ માં બીઆરએસને ૪૯પ.પ કરોડ રૂપિયા, ડીએમકેને ૬૦ કરોડ રૂપિયા, વાયએસઆર કોંગ્રેસને ૧ર૧.પ કરોડ રૂપિયા અને જેએમએમને રૂપિયા ૧૧.પ કરોડનું દાન મળ્યું છે. જ્યારે વાએમઆરસીપીને ર૮૪ કરોડ, આપને ૧૧.૧ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, જે ગયા વર્ષે ૩૭.૧ કરોડ રૂપિયા હતું. આવી સ્થિતિમાં આપના દાનમાં ઘટાડો થયો છે તેમજ બસપાને માત્ર ર૦,૦૦૦ રૂપિયાનું દાન મળ્યું છે અને તૃણમુલ કોંગ્રેસને ૬ કરોડનું દાન મળ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh