Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વર્ષ પહેલાં થયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૨૬: જામનગરની અંબર ચોકડી પાસે પાંચ વર્ષ પહેલા એસટી બસે સર્જેલા અકસ્માતમાં ઘવાયેલા બાઈકચાલકે વળતર મેળવવા કરેલી અરજી ચાલી જતા ટ્રિબ્યુનલે રૂ.૩ લાખ ૪૩ હજાર ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરના હિતેશ બાબુલાલ કોઢીયા ગઈ તા.૧૫-૩-૧૯ના દિને જૂના રેલવે સ્ટેશન પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે અંબર ચોકડી નજીક એક એસટી બસ પુરપાટ ઝડપે ધસી આવી હતી. આ બસની ટક્કર વાગતા હિતેશભાઈને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી. તેઓએ વળતર મેળવવા મોટર એક્સીડન્ટ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. તે અરજી ચાલી જતાં ટ્રિબ્યુનલે રૂ.૩ લાખ ૪૩ હજાર વળતર પેટે ચૂકવી આપવા એસટી કોર્પોરેશનને હુકમ કર્યાે છે. અરજદાર તરફથી વકીલ વિરલ રાચ્છ, સોહિલ બેલીમ, વાશ્વી શેઠ, સલમાન શેખ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial