Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેટાચારા પારા ગામના લોકો ચર્ચના અભાવે બાજુના ગામમાં નાતાલનો તહેવાર મનાવી રહ્યા હતાં ત્યારે
નવી દિલ્હી તા. ર૬: બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ બન્યા છે અને ૧૭ ખ્રિસ્તીઓના ઘર સળગાવ્યા હોવાના અહેવાલો છે. હિન્દુઓ પછી હવે ખ્રિસ્તીઓ નિશાન પર છે. પવિત્ર દિવસે ખ્રિસ્તીઓ ક્રિસમસ મનાવવા-પ્રાર્થના કરવા બાજુના ગામમા ગયા ને કટ્ટરપંથીઓ ત્રાટક્યા હતાં. આ હિચકારા હુમલાની ચોતરફ નિંદા થઈ રહી છે.
આપણાં પડોશી દેશ બાંગ્લાદેશમાં અગાઉ હિન્દુઓને નિશાન બનાવવામાં આવતા હતાં, ત્યારે હવે ત્યાં રહેતા અન્ય લઘુમતી જુથો સામે પણ હિંસા શરૂ થઈ છે. આ વખતે ઈસ્લામિક કટ્ટરપંથીઓએ ક્રિસમસના દિવસે ખ્રિસ્તીઓના લગભગ ૧૭ ઘરોને આગ ચાંપી દીધી હતી.
આ ઘટના બંદરબન જિલ્લાના લામા વિસ્તારમાં બની હતી. આ હુમલો રપ ડિસેમ્બરની સવારે થયો હતો, જ્યારે ગામલોકો નાતાલની ઉજવણી કરવા માટે પડોશી ગામમાં પ્રાર્થના કરવા ગયા હતાં. આ હુમલાને ખ્રિસ્તી સમુદાય પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. આ હુમલાની ચોતરફ નિંદા થઈ રહી છે.
બાંગ્લાદેશની સમાચાર સંસ્થાઓના અહેવાલો મુજબ તોંગજીરી વિસ્તારના ન્યૂ બેટાચારા પારા ગામના લોકો ચર્ચ ન હોવાના કારણે અન્ય જગ્યાએ તહેવાર મનાવવા ગયા હતાં. ત્યારપછી તેની પીઠ પાછળ બદમાશોએ ગામમાં હુમલો કર્યો અને ૧૭ ઘરોને સંપૂર્ણપણે બાળી નાખ્યા. આ હુમલામાં અંદાજે ૧પ લાખથી વધુનું નુક્સાન થયું છે.
ન્યૂ બેટાચારા પારા ગામના લોકોએ જણાવ્યું કે ગયા મહિને ૧૭ નવેમ્બરે બદમાશોએ તેમને ગામ ખાલી કરવાની ધમકી આપી હતી. આના પર ગંગા મણિ ત્રિપુરા નામના વ્યક્તિએ લામા પોલીસ સ્ટેશનમાં ૧પ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
હવે ઘર બળી ગયા પછી પીડિતાનો પરિવાર ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર છે. ગંગા મણિ ત્રિપુરાએ કહ્યું, 'અમારા ઘરો સંપૂર્ણપણે બળી ગયા છે. હવે અમારી પાસે કંઈ બચ્યું નથી.' ત્રિપુરા સમુદાયના લોકોનો દાવો છે કે તેઓ ઘણી પેઢીઓથી આ સ્થાન પર રહે છે, પરંતુ તાજેતરના વર્ષોમાં તેમને ત્યાંથી હટવવાના પ્રયાસો તેજ થયા છે.
કેટલાક સ્થાનિક લકોનો આરોપ છે કે સરકારે આ જમીન પોલીસ અધિકારી અને પૂર્વ આઈજીપી બેનઝીર અહેમદને લીગ પર આપી છે. અગાઉ અહીં એસપી ગાર્ડન હતું. આ ઘટના બંદરબન જિલ્લાના ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટમાં સ્થિત સરાઈ યુનિયનમાં બની હતી. અહેવાલ મુજબ હુમલો ત્યારે થયો જ્યારે અહીં રહેતા ત્રિપુરા સમુદાય (ખિસ્તીઓ) ના લોકો નજીકના ગામમાં નાતાલની પ્રાર્થનામાં ભાગ લેવા માટે ગયા હતાં, કારણ કે તેમના ગામમાં કોઈ ચર્ચ ન હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial