Advertisement
Author: નોબત સમાચાર

રેલવેની ઈ-ટિકિટ સેવા મેન્ટેનન્સના કારણે બંધઃ લાખો મુસાફરો પરેશાન

આઈઆરસીટીસીના ટિકિટિંગ પ્લેટફોર્મ બંધ

નવી દિલ્હી તા. ર૬: રેલવેની ઈ-ટિકિટ સેવા આજે બંધ રહેતા લાખો લોકોને હાલાકી પડી રહી છે. આઈઆરસીટીસીના ટિકિટિંગ પ્લેટફોર્મ ઠપ થતા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.

ભારતીય રેલવેના ઈ-ટિકિટિંગ પ્લેટફોર્મ ઈન્ડિયા રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) ની ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ એપ આજે ગુરુવારે અસ્થાયી રૂપે ઉપલબ્ધ નથી.

રેલવેના ટિકિટિંગ પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મેન્ટનન્સ એક્ટિવિટીના કારણે પ્લેટફોર્મ હાલ એક્સેસ કરી શકાશે નહીં. આઈઆરસીટીસીની વેબસાઈટ પર લખેલી નોટિફિકેશન અનુસાર 'મેન્ટેનન્સ એક્ટિવિટીના કારણે ઈ-ટિકિટિંગ સર્વિસ હાલ ઉપલબ્ધ રહેશે નહીં. કૃપયા બાદમાં પ્રયાસ કરો, તેમજ ટિકિટ રદ્ કરવા-ટીડીઆર ફાઈલ કરવા કૃપયા કસ્ટમર કેર નંબર ૧૪૬૪૬,૦૮૦૪૪૬૪૭૯૯૯ અને ૦૮૦૩પ૭ ૩૪૯૯૯ પર સંપર્ક ીંૈષ્ઠાીંજજ્રૈષ્ઠિંષ્ઠ.ર્ષ્ઠ.ૈહ પર મેઈલ કરી શકો છો.'

ઉલ્લેખનિય છે કે સામાન્ય રીતે આઈઆરસીટીસી પર તત્કાલ ટિકિટનો સમય ૧૦ વાગ્યાનો હોય છે, જ્યારે સ્લિપર ક્લાસ માટે તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય ૧૧ વાગ્યાનો છે, જો કે આજે ટિકિટિંગ પ્લેટફોર્મ ઠપ રહેતા દેશભરના લાખો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh