Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયા નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ

રાજયના મુખ્યમંત્રીના હસ્તે

ખંભાળિયા તા. ૨૬: સુશાસન દિવસ નિમિત્તે રાજયની ૩૪ નગર પાલિકામાં તૈયાર થયેલા સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવાનો કાર્યક્રમ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાયો હતો. તે અન્વયે ખંભાળિયા ન.પા.ના સિટી સિવિક સેન્ટરનો ઈ-લોકાર્પણ સમારોહ ન.પા. બગીચામાં યોજાયો હતો.

નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન, નગરપાલિકાના સદસ્યો, અગ્રણીઓ, ચીફ ઓફિસર રાહુલ કરમુર, ન.પા.ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રચનાબેન મોટાણીએ સૌનું સ્વાગત કર્યુ હતું.

આ સિવિક સેન્ટરના માધ્યમથી નગરજનો તમામ અરજી/ફરિયાદો એક જ સ્થળે કરી શકશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh