Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરે ઠોકર મારતા બાઈકચાલક સહિત બેને ઈજાઃ
જામનગર તા. ૨૬: જામનગરના ડીકેવી સર્કલ પાસે રિક્ષા સાથે બાઈક ટકરાતા રિક્ષા પલ્ટી મારી ગઈ હતી. તેમાં જઈ રહેલા ત્રણ મહિલા સહિત ચાર ઘવાયા હતા. ભાણવડ તાલુકાના બે યુવાનના બાઈક સાથે મોટર અથડાતા બંનેને ઈજા થઈ છે.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલા ગુલામ-એ-શબ્બીર ચોકમાં રહેતા રીક્ષા ડ્રાઈવર ઈસ્માઈલ જુનસ ખોડ ગઈ તા.૨૯ની સવારે ડીકેવી સર્કલ પાસે પોતાની રિક્ષા લઈને જતા હતા. તેમાં તેમના માતા શકીનાબેન તેમજ મરીયમબેન, જીન્નતબેન બેઠા હતા.
તેઓની રિક્ષા સાથે જીજે-૧૦-ડીએમ ૬૨૭૬ નંબરનું એક્ટિવા ટકરાઈ પડતા ઈસ્માઈલભાઈની રિક્ષા ગોથું ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ઈસ્માઈલ, શકીનાબેન, મરીયમબેન તથા જીન્નતબેનને નાની મોટી ઈજા થઈ છે. અકસ્માત સર્જનાર એક્ટિવા ચાલક સામે ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈસ્માઈલભાઈએ ફરિયાદ નોંધાવી છે.
ભાણવડ તાલુકાના જોગરા ગામના પ્રવીણભાઈ જગાભાઈ કાંબરીયા અને હેમતભાઈ નામના વ્યક્તિ ગઈ તા.૬ની રાત્રે બાઈક ચલાવીને લાલપુર રોડ પરથી જતા હતા. ત્યારે જીજે-૨૭-સી ૩૮૧૦ નંબરની મોટરના ચાલકે પુરપાટ ઝડપે ધસી આવી સામેથી ઠોકર મારતા પ્રવીણભાઈ તથા હેમતભાઈના પગ ભાંગી ગયા છે. પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial