Advertisement
Author: નોબત સમાચાર

રૂ.પ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને ત્રણ મહિનાની કેદની સજા

ચેકની રકમ વળતર પેટે ચૂકવવા આદેશઃ

જામનગર તા.૨૬ : ખંભાળિયાના એક આસામીએ પોતાના મિત્રને રૂ.પ લાખ હાથ ઉછીના આપી ચેક મેળવ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. કોર્ટે આરોપીને તક્સીરવાન ઠરાવી ત્રણ મહિનાની કેદ અને રૂ.પ હજારનો દંડ ફટકાર્યાે છે.

ખંભાળિયા શહેરના સતવારાવાડમાં રહેતા અને હાલમાં અમદાવાદમાં નોકરી કરતા આશિષ કાંતિભાઈ કછટીયાએ પોતાના મિત્ર કાંતિલાલ મોમૈયાભાઈ ઔદિચ્ય પાસેથી રૂ.પ લાખ હાથઉછીના પાંચ મહિના માટે મેળવ્યા હતા.

તે રકમની પરત ચૂકવણી માટે આશિષ કાંતિભાઈએ ચેક આપ્યો હતો. તે ચેક પાકતી મુદ્દતે બેંકમાં રજૂ કરવામાં આવતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો. કાંતિલાલે નોટીસ પાઠવ્યા પછી ખંભાળિયા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી આશિષ કાંતિલાલ કછટીયાને તક્સીરવાન ઠરાવી ત્રણ મહિનાની કેદની સજા અને રૂ.પ હજારનો દંડ ફટકાર્યાે છે. તે ઉપરાંત ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા અને ન ચૂકવાય તો વધુ ત્રણ મહિનાની સજા ફટકારી છે. ફરિયાદી તરફથી વકીલ તુષાર ત્રિવેદી, અભિષેક ધ્રુવ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh