Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૬ જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકાશે
ખંભાળિયા તા. ૨૬: ગુજરાત સરકારના કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજીત હરીઓમ આશ્રમ-નડિયાદ પ્રેરીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા દામજી જેટીથી બેટ દ્વારકા ફરતે રાઉન્ડનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા તમામ સાહસીકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. સી-૧/૨, અને સી-૧/૪, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ, ખંભાળીયા, (જિલ્લો દેવભૂમિ દ્વારકા)માંથી અરજી ફોર્મ મેળવી તા.૦૬/૦૧/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial