Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂગર્ભ ગટરની કામગીરી સંદર્ભે
જામનગર તા. ૨૬: જામનગરમાં ધુંવાવ માર્ગે ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપલાઈનની કામગીરી કરવામાં આવનાર હોવાથી ત્રણ માસ માટે આ રોડ બંધ રાખવા માટેનુ જાહેરનામુ મ્યુનિ. કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગરમાં ધુંવાવ નજીક પૂણેશ્વર મહાદેવ મંદિરથી હાપા રેલવે સ્ટેશનવાળા મુખ્ય રસ્તા સુધી રાજકોટથી જામનગર આવતા રસ્તાની મધ્યરેખા પરનું રોડ ડિવાઈડરની દક્ષિણ દિશામાં ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાંખવાની કામગીરી માટે અકસ્માત નિવારવા હેતુથી તા. ૨૭-૧૨-૨૪થી તા. ૨૬-૩-૨૫ એટલે કે ત્રણ માસ સુધી તમામ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. જે અંગેનુ જાહેરનામુ મ્યુનિ. કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ધુંવાવ ગામ નજીક આ બંધ માર્ગના વૈકલ્પિક વ્યવસ્થા માટે રોડ ડીવાઈડરની ઉત્તર તરફેનો રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial