Advertisement
Author: નોબત સમાચાર

ખીમલીયા ગામમાં ખેતીની જમીનમાં હક્ક કમીની કાચી નોંધ રદ્દનો આદેશ

પ્રાંત અધિકારી સમક્ષ કરવામાં આવી હતી વાંધા અરજીઃ

જામનગર તા.ર૬ : જામનગરના ખીમલીયા ગામમાં આવેલી રે.સ.નં.૪૯૯ તથા ૩૩૪ વાળી જમીન માટે હક્ક કમીની રેવન્યુ રેકર્ડમાં પાડવામાં આવેલી કાચી નોંધ સામે એક વારસે વાંધો લઈ ગ્રામ્યના પ્રાંત અધિકારી સમક્ષ તકરાર ઉપસ્થિત કરી હતી. પ્રાંત અધિકારીએ તે કાચી નોંધ રદ્દ કરવા હુકમ કર્યાે છે.

જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં આવેલી ખેતીની એક સંયુક્ત જમીનના સહહિસ્સેદારોએ એક વ્યક્તિનું વારસદાર હોવા છતાં નામ છૂપાવી હક્ક કમીની નોંધ પડાવવા તજવીજ કરતા અવસાન પામનાર મોતીબેન મનજીના વારસ અમરતબેન મનજીભાઈ સોનગરાએ તે નોંધ રદ્દ કરાવવા પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતી.

તે અરજી અન્વયે વાંધેદારે દલીલ કરી હતી કે, સ્થાવર મિલકત વડીલપાર્જીત હોય કે સ્વપાર્જીત હોય તેમાં વારસના નામ દાખલ થવાને પાત્ર છે. તે દલીલ ગ્રાહ્ય રાખી રેવન્યુ રેકર્ડમાં પાડવામાં આવેલી હક્ક કમીની કાચી નોંધ રદ્દ કરવા ગ્રામ્ય મામલતદારે હુકમ કર્યાે છે. વિવાદી તરફથી વકીલ વિનોદચંદ્ર કટેશીયા, ભરત કટેશીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh