Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજસ્થાનના બિકાનેર જિલ્લાના ભાવિક દ્વારા
દ્વારકા તા. ૨૬: રાજસ્થાનના બિકાનેરથી સાહીરામ નામના સનાતનધર્મીએ ૧૧ માસ સુધી સતત યાત્રાધામ દ્વારકાની ૧૩૫૧ કિમીની યાત્રા પૂર્ણ કરી દ્વારકા યાત્રાધામમાં પધાર્યા છે. સનાતન સમાજમાં સુખ શાંતિ સાથે વ્યસનમુકિત આવે તે માટે તેમણે કઠિન દંડવત યાત્રા કરી છે.
યાત્રાધામ દ્વારકા એ હિન્દુ સનાતનધર્મીઓનું પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર હોય દર વર્ષે લાખો શ્રધ્ધાળુંઓ યાત્રાધામમાં ઠાકોરજીના દર્શનાર્થે રેલ-રોડ ઈત્યિાદિ માર્ગે પધારતા હોય છે તો દર વર્ષે હજારો પગપાળા યાત્રાળુઓ પણ ઠાકોરજીના દર્શને દેશના વિવિધ ક્ષેત્રોથી પધારતા હોય છે.
રાજસ્થાનના બિકાનેર જિલ્લાના લાલેરા ધામના સાહીરામ નામના ભાવિક દ્વારા ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૪ના દ્વારકા યાત્રાધામની દંડવત યાત્રા શરૂ કરી આશરે ૧૩૦૦ કિમી જેટલો પ્રવાસ દંડવત યાત્રા કર્યા બાદ છેલ્લા ૫૧ કિમીનો પ્રવાસ વધુ કઠિન બનાવી પેટે પલાણ કરી એટલે કે પેટથી ઘસડાઈને પૂર્ણ કરી યાત્રાધામ દ્વારકામાં પહોંચ્યા છે. યાત્રાધામ દ્વારકામાં પહોંચી ઠાકોરજીના દર્શન કરી હિન્દુ સનાતન ધર્મમાં દારૂ નામના વ્યાપેલા દુષણથી મુકિત મળે અને સમાજ સનાતન ધર્મના રીત-ભાત સમજી તેનું ચુસ્તતાપૂર્વક પાલન કરે તેમજ દરેક સમાજના ઘરોમાં સુખ-શાંતિ રહે તે માટે ઠાકોરજીને પ્રાર્થના કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial