Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ દિવસમાં તાપમાનનો પારો ચાર ડીગ્રી ઊંચકાયો છતાં
જામનગર તા. ર૬: જામનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ચાર ડીગ્રી સુેધી ઊંચકાયને ૧૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તેજીલા વાયરાઓના પગલે નગર ઠંડુગાર રહ્યું હતું.
જામનગરમાં ધાબળિયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં હાલ વધારાનો દોર ચાલી રહ્યો છે. ગત્ ૩ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ૪ ડીગ્રી સુધી ઊંચકાયને ૧૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો.
ન્યુનતમ તાપમાનમાં વધારો થયો હોવા છતાં નગરમાં ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. પવનની ગતિ ગઈકાલે પણ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. જેના પગલે વધતા તાપમાન વચ્ચે પણ શહેર આખું ય ઠંડુગાર રહ્યું હતું. સાંજથી લઈને વહેલી સવાર સુધી વધારે ઠંડી અનુભવાઈ હતી. ઘરોમાં પણ લોકોને ગરમ વસ્ત્રો ૫હેરવાની ફરજ પડી હતી. ઠંડી સામે રક્ષણ મળે તે માટે પ્રાજાજનો ગરમ વસ્ત્રો ઉપરાંત તાપણા તથા ગરમ પીણાનો સહારો લઈ રહ્યા છે.
નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ર૩ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ કોઈ વધારા કે ઘટાડા વગર ૭ર ટકાએ સ્થિર રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial