Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા લોહાણા મહાજન દ્વારા
સલાયા તા. ૨૬: સલાયા લોહાણા મહાજ દ્વારા નવેમ્બર સમાં નિઃશુલ્ક વૃજયાત્રા પ્રવાસનું ભવ્ય આયોજન કર્યું હતું. જે યાત્રા પ્રવાસના મુખ્ય દાતા પરિવાર શેઠ જયંતભાઈ વિઠ્ઠલદાસ બદિયાણી (મનજી માવજીની પેઢીવારા) તેમજ તેમના પરિવારજનો દ્વારા સલાયામાં દ્વારકાધીશજીની હવેલીએ અનેક સખાવતો કરી હતી. અને ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો.
આ તકે સલાયા લોહાણા મહાજન દ્વારા તેમને અને તેમના પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા, યાત્રા પ્રવાસનું સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતુ, તેમજ યાત્રાળુઓ સાથે આખા બદિયાણી પરિવારે યમુનાજીની સ્તુતિ કરી હતી.
તેઓએ યાત્રાળુઓ સાથે સંવાદ કરી અને યાત્રા પ્રવાસ દરમ્યાન થયેલ અનુભવો જાણ્યા હતા. આ તકે ખંભાળિયાના પ્રતિષ્ઠિત રઘુવંશી અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ ધિરેનભાઈ બદિયાણી દ્વારા પણ જયંતભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા કરવામાં આવતી સખાવતો અને એમના વતનપ્રેમની પ્રશંસા કરી હતી અને ભરતભાઈ લાલ તેમજ એમના પરિવારજનોને સુંદર સેવા કાર્યો બદલ શુભેચ્છા પાઠવી હતી.
આ તકે લોહાણા મહાજન સલાયાના પ્રમુખ ભરતભાઈ લાલે જયંતભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા સલાયા પ્રત્યેની એમની સ્નેહ ભરેલી લાગણી બદલ આભાર માન્યો હતો. અરવિંદભાઈ ભાયાણી, મુકેશ બથિયા, રમણીક બથિયા, લાલજીભાઈ ભૂવા, સંજય રાજા, આશિત સાયાણી, સુનીલ ગોકાણી, કિરીટ બદિયાણી તથા લોહાણા મહાજન અને જલારામ સેવા સમિતિના સભ્યો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial