Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે ત્રણેયના જામીન રદ્દ કરી નાખ્યાઃ
ખંભાળિયા તા.૨૬ : દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ ની કુખ્યાત બિચ્છુ ગેંગના ત્રણ શખ્સના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા હતા. આ શખ્સો ફરીથી ગુન્હો આચરવાની હિલચાલ કરતા હોવાની આશંકાથી જામીન રદ્દ કરાવવા તજવીજ કરાઈ હતી. અદાલતે ત્રણેય શખ્સના જામીન રદ્દ કરી નાખ્યા છે. ત્રણેયને ફરીથી પકડી જેલ હવાલે કરાયા છે.
દેવભૂમિ દ્વારકા ૫ોલીસે ઓખામંડળમાં કુખ્યાત બનેલી બિચ્છુ ગેંગ સામે બેએક વર્ષ પહેલાં ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ત્યારપછી ધરપકડ પામેલા આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.
તે ગેંગના સદસ્ય એવા દ્વારકા તાલુકાના વસઈના કિશનભા ટપુભા માણેક તથા રાંગાસણ ગામના રાજેશભા માલાભા સુમણીયા, માલાભા સાજાભા સુમણીયા નામના ત્રણ શખ્સે જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ઉપરોક્ત આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા. તે પછી આ શખ્સો દ્વારકા જિલ્લા તથા સૌરાષ્ટ્રમાં પ્રવેશી ફરીથી ગુન્હો આચરવાની તજવીજ કરતા હોવાની બાતમી મળતા આ આરોપીઓના જામીન રદ્દ કરવા અંગેની દરખાસ્ત જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી ડીવાયએસપી સાગર રાઠોડે તૈયાર કરી અદાલતમાં રજૂ કરી હતી. તે દરખાસ્ત અદાલતે મંજુર રાખતા જામીન રદ્દ થયેલા ત્રણેય આરોપીને દ્વારકા તેમજ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યા છે અને રાજકોટ જેલમાં મોકલી અપાયા છે. આ કેસમાં ગુજસીટોક કોર્ટમાં ખાસ સરકારી વકીલ તુષાર ગોકાણી દ્વારા દલીલ કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial