Advertisement
Author: નોબત સમાચાર

ઓખાના પાડલી ગામમાં એલએન્ડટી સાઈટ પર અકસ્માતમાં શ્રમિકનું મૃત્યુ

લોક છોડતી વખતે બીમ મોત બનીને ત્રાટક્યું:

જામનગર તા.૨૬ : ઓખા મંડળના પાડલી ગામની સીમમાં લાર્સન એન્ડ ટુબ્રો કંપનીની સાઈટ પર ચાલી રહેલા કામમાં એક સ્થળેથી ક્રેઈન મારફત સિમેન્ટના બીમ બીજા સ્થળે ખસેડાતા હતા ત્યારે બીમના લોક છોડી રહેલા એક શ્રમિક પર બીમ નમી પડ્યા પછી ગંભીર ઈજા પામેલા પરપ્રાંતીય શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના પાડલી ગામમાં આવેલા એલ એન્ડ ટી કંપનીના પ્લાન્ટમાં સોમવારે સર્જાયેલા અકસ્માતમાં મૂળ બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાટાગંજ ગામના વતની અને હાલમાં મીઠાપુરમાં રહી મજૂરીકામ કરતા અમરનાથ કાળુભાઈ સાવ (ઉ.વ.૩૬) નામના શ્રમિકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

આ શ્રમિક કંપનીની સાઈટ પર સોમવારે સાંજે ચાલી રહેલા કામમાં સિમેન્ટ ક્રોંકીટના એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતા હતા. તે બીમ ક્રેઈન મારફત લઈ જવાતા હતા ત્યારે બીમના લોક છોડતી વખતે નમી પડેલુ એક બીમ અમરનાથ પર મોત બનીને ત્રાટક્યું હતું.

આ અકસ્મતમાં પગ તથા કમરના ભાગે ગંભીર ઈજા પામેલા અમરનાથનું મૃત્યુ નિપજ્યું છે. સાથી કર્મચારી અને મૃતકના મોટાભાઈ સત્યેન્દ્ર કાળુભાઈએ પોલીસને જાણ કરી છે. મીઠાપુર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh