Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવવા જામનગર આઈ.ટી.આઈ.માં માર્ગદર્શક કેમ્પ

જિલ્લા રોજગાર કચેરી- આર્મી રીક્રુટમેન્ટ ઓફિસ દ્વારા

જામનગર તા. ૨૬: જિલ્લા રોજગાર કચેરી જામનગર અને આર્મી રીક્રુટમેન્ટ ઓફિસ જામનગર દ્વારા આઈટીઆઈ જામનગરમાં આગામી આર્મી ભરતી રેલી-૨૦૨૫ના અનુસંધાને આઈટીઆઈના તાલીમાર્થીઓને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા રોજગાર અધિકારી એસ.બી. સાંડપા દ્વારા સેમિનારને લગત ટૂંકી રૂપરેખા રજૂ કરાઈ હતી. જયારે આર્મી રીક્રુટમેન્ટ ઓફિસ જામનગરના સુબેદાર મેજર જયપ્રકાશ તિવારી દ્વારા તાલીમાર્થીઓને આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા, શૈક્ષણિક અને શારીરિક લાયકાત, જરૂરી પ્રમાણપત્રો સાથે ઓનલાઈન પરીક્ષા અને શારીરિક કસોટી, મેડિકલ ફિટનેસ તેમજ એનસીસી ના ઉમદવારો માટેની છૂટછાટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. સાથે સાથે તાલીમાર્થીઓને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવાને લગત તમામ પ્રશ્નોનો ઉકેલ પણ આપેલ.આ સેમિનારમાં આઈ.ટી.આઈ. જામનગરના ૧૭૫ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લઈ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટેની તમામ માહિતી મેળવેલ. આ સેમિનારનું સમગ્ર આયોજન જિલ્લા રોજગાર કચેરી જામનગર, આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગર અને આઈટીઆઈ જામનગરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ હતું. સેમિનારના અંતે આઈ.ટી.આઈ. પ્લેસમેન્ટ એડવાઈઝર પી.બી.ગઢવીએ તમામ વક્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh