Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રીય સચિવ સંજીવ ચોપરાએ દ્વારકા તાલુકાની વાજબીભાવની દુકાન તપાસી

અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગના

ખંભાળિયા તા. ૨૬: અન્ન નાગરિક પુરવઠા, ભારત સરકારના સચિવ સંજીવ ચોપરાએ દ્વારકા તાલુકાની વાજબી ભાવની દુકાન (એફપીએસ)ની મુલાકાત લઈને અનાજ વિતરણની વ્યવસ્થા સહિતની કામગીરી અંગેની જાણકારી મેળવી હતી.

અન્ન નાગરિક પુરવઠા, ભારત સરકારના સચિવ સંજીવ ચોપરાએ તાલુકાની વાજબી ભાવની દુકાન (એફપીએસ)ની મુલાકાત લીધી હતી. અને અનાજ વિતરણની વ્યવસ્થા સહિતની કામગીરી અંગેની જાણકારી મેળવી હતી. તેઓએ સ્થાનિક લાભાર્થીઓના પ્રશ્નોની જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. સચિવશ્રીએ ફોર્ટિફાઈડ ચોખાનો મહત્તમ ઉપયોગ થાય એ માટે લોકોને માહિતગાર કરવા અંગે સૂચનાઓ સાથે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ આ તકે અન્ન અને નાગરિક પુરવઠા નિગમની કચેરીના જોઈન્ટ ડાયરેકટર ચેતન ગાંધી, એફસીએલ જનરલ મેનેજર આર.એલ. મીણા તથા તેમની ટીમ, જિલ્લા પુરવઠા અધિકારી કૃષ્ણા સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh