Advertisement
Author: નોબત સમાચાર

યુવાનની હત્યા તથા ઘેટા બકરાની લૂંટ કેસમાં છૂટકારો

બે આરોપી સામે હતો આક્ષેપઃ

જામનગર તા. ૨૬: જામનગરના હાપા-ધુંવાવ ગામની સીમમાં ઘેટા બકરા ચરાવવા ગયેલા એક યુવાનની હત્યા તથા ઘેટા બકરાની લૂંટ ચલાવાયાનો ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના હાપા-ધુંવાવ ગામની સીમમાં ઘેટા બકરા ચરાવવા ગયેલા ખેતાભાઈ હઠાભાઈ ચાવડીયા પર અર્જુન ગેલાભાઈ પરમાર, બુધાભાઈ ગેલાભાઈ પરમાર નામના બે શખ્સે હુમલો કરી ઘેટા બકરાની લૂંટ ચલાવ્યાની અને ખેતાભાઈ ની હત્યા નિપજાવ્યાની ફરિયાદ  પોલીસમાં થઈ હતી.

પોલીસે જે તે વખતે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આઈએચ ગાગદાણી એન્ડ એસો.ના વકીલ સલીમ ખલીફા, યુનુસ લાખાણી, આર.એમ. ગજીયા, ફૈઝાન કોરડીયાની દલીલો ગ્રાહ્ય રાખી બંનેનો છૂટકારો કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh