Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક ઈજનેર સહિત ત્રણના મૃત્યુથી કામદારોમાં ઘેરા શોકની લાગણીઃ
ખંભાળિયા તા.૨૬ : ઓખાના દરિયાકાંઠે આવેલી જેટી પર ગઈકાલે ચાલી રહેલા કામ દરમિયાન કોઈ કારણથી ક્રેઈન તૂટી પડતા એક ઈજનેર, સુપરવાઈઝર તથા શ્રમિકના તેની નીચે દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યા છે. ત્રણેય મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવે શ્રમિકોમાં શોક પ્રસરાવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં દરિયાકાંઠા પાસે આવેલી પેસેન્જર જેટી પર જકબ બાઝ પર હાલમાં નવી જેટી બનાવવાની કામગીરી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે.
તે કામના સ્થળે ગઈકાલે બપોરે કેટલાક શ્રમિકો, સુપર વાઈઝર, એન્જિનિયર સહિતના વ્યક્તિઓ કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક કોઈ કારણોસર ક્રેઈન તૂટી જતાં ધડાકાભેર તે ્ક્રેઈન નીચે ત્રાટકી હતી.
આ વેળાએ ક્રેઈન પર કામ કરી રહેલા અને નીચે જેટી પર કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના પેટલાદ તાલુકાના બડા ગામના જીતેન્દ્ર ગોવિંદ ભાઈ ખરાડી (ઉ.વ.રપ) તેમજ ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના નાગલા ગામના વતની અરવિંદ મોરારીલાલ (ઉ.વ.રપ), ઉત્તર પ્રદેશના ફઅખાબાદ જિલ્લાના ગુગોરા ગામના વતની નિશાંતસિંગ રામસિંગ (ઉ.વ.રપ) નામના શ્રમિક દબાઈ ગયા હતા.
અચાનક ક્રેઈન તૂટી પડતા જેટી પર દોડધામ મચી હતી. જિલ્લા કલેકટર પંડયાની સુચનાથી મામલતદારની આગેવાનીમાં બચાવ ટૂકડી રવાના કરાઈ હતી. તે ઉપરાંત પોલીસ તથા ગુજરાત મેરી ટાઈમ બોર્ડની કચેરીનો સ્ટાફ પણ ધસી આવ્યો હતો. એક મૃતદેહ દરિયામાં પડી ગયો હોવાથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ માટે ખસેડી મૂળ જાંબુવા જિલ્લાના ધોલીખાણી ગામના દીવાન રમેશભાઈ ભાંભોરનું નિવેદન નોંધ્યું છે. ઉપરોક્ત ગમખ્વાર અકસ્માતમાં એન્જિનિયર, સુપરવાઈઝર તથા શ્રમિકના મૃત્યુ નિપજતા ત્યાં કામ કરી રહેલા કામદારોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial