Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘર અને ગજવા પર અસર થશેઃ પેન્શનરો, ગેસ, તથા યુપીઆઈ પેમેન્ટના નિયમોમાં ફેરફાર
નવી દિલ્હી તા. ર૬: આગામી ૧ જાન્યુઆરીથી પાંચ મોટા ફેરફારો થશે જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સામાં જોવા મળશે. આ ફેરફારોમાં રસોડામાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમતોથી લઈને યુપીઆઈ પેમેન્ટ સુધીના નિયમોનો સમાવેશ થાય છે.
વર્ષ ર૦ર૪ સમાપ્ત થવામાં છે અને દેશભરમાં નવા વર્ષ ર૦રપ ની શરૂઆતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવા વર્ષની સાથે દેશમાં ૧લી જાન્યુઆરી ર૦રપ થી ઘણાં મોટા ફેરફારો (૧લી જાન્યુઆરીથી નિયમમાં ફેરફાર) લાગુ થવા જઈ રહ્યા છે. જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સામાં જોવા મળશે.
આ ફેરફારોમાં રસોડામાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમતોથી લઈને યુપીઆઈ પેમેન્ટ સુધીના નિયમોનો સમાવેશ થાય છે.
દેશમાં દર મહિને અનેક નાણાકીય ફેરફારો જોવા મળે છે અને માત્ર નવો મહિનો જ નહીં, પરંતુ ૧ જાન્યુઆરીથી નવું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે. દેશમાં વર્ષના પહેલા દિવસથી જ પાંચ મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. સૌ પ્રથમ એલપીજી સિલિન્ડર (એલપીજી કિંમત) અને એર ઈંધણની (એટીએફ દરો) કિંમતોમાં સુધારો કરવામાં આવશે. કારણ કે ઓઈલ માર્કેટીંગ કંપનીઓ મહિનાના પહેલા દિવસે આ ફેરફારો કરે છે, તો યુપીઆઈ ૧ર૩ પે પેમેન્ટના નિયમો પણ ૧લી જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યા છે. તેથી ઈપીએફઓ પેન્શનરો માટે લાવવામાં આવેલ નવો નિયમ પણ આજ દિવસથ લાગુ થશે. આ ઉપરાંત ખેડૂતોને ગેરંટી વગરની લોન પણ આ યાદીમાં સામેલ છે.
દર મહિનાની પ્રથમ તારીખની જ ેમ ૧ જાન્યુઆરી ર૦રપ ના ઓઈલ માર્કેટીંગ કંપનીઓ રસોડા અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જાહેર કરશે. કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણાં ફેરફાર કર્યા છે, પરંતુ દેશમાં ૧૪ કિલોના કિચન સિલિન્ડરની કિંમતો લાંબા સમયથી સ્થિર છે. આવી સ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતમાં ફેરફારની આશા રાખી રહ્યા છે. આ સિવાય એર ફ્યુઅલની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.
તા. ૧ જાન્યુઆરી ર૦રપ ના નવા વર્ષના પ્રથમ દિવસે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા પેન્શનો માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવશે, જે તેમના માટે એક મોટી ભેટ છે. વાસ્તવમાં ઈપીએફઓ નવા વર્ષમાં પેન્શનધારકો માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. જેના હેઠળ હવે પેનશનધારકો દેશની કોઈપણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે અને આ માટે તેમને કોઈ વધારાના વેરિફિકેશનની જરૂર નહીં પડે.
યુપીઆઈ ૧ર૩ પે ને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફીચર ફોન્સથી ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડવા માટે લોન્ચ કરવામાં આવી હતી. તેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ૧ જાન્યુઆરીથી લાગુ થશે. આ પછી યુઝર્સ હવે ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. પહેલા આ મર્યાદા માત્ર પ,૦૦૦ રૂપિયા હતાં.
સેન્સેક્સ, સેન્સેક્સ-પ૦ અને બેન્કેસની માસિક એક્સપાયરીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે દર અઠવાડિયે શુક્રવાર નહીં પરંતુ મંગળવારે યોજાશે. જ્યારે ત્રિમાસિક અને અર્ધવાર્ષિક કરાર છેલ્લા મંગળવારે સમાપ્ત થશે. બીજી તરફ એનએસઈ ઈન્ડક્સે નિફ્ટી પ૦ માસિક કોન્ટ્રાક્ટ માટે ગુરુવાર નક્કી કર્યો છે.
આગામી ફેરફાર જે ૧ જાન્યુઆરી ર૦રપ થી થવા જઈ રહ્યો છે તે ખેડૂતો સાથે સંબંધિત છે. વર્ષના પ્રથમ દિવસથી આરબીઆઈ ખેડૂતોને કોઈપણ ગેરેન્ટી વિના ર લાખ રૂપિયા સુધીની લોન આપશે. તાજેતરમાં આરબીઆઈ એ ખેડૂતો માટે અસુરક્ષિત લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી જેના કારણે હવે તેઓ ૧.૬ લાખ નહીં, પરંતુ ર લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial