Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગેમઝોન-ફનપાર્ક-એમ્યુઝમેન્ટ પાર્ક જેવા સ્થળો માટે જામનગર મનપાએ કમિટી રચી !

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ પછી જનાક્રોશની અસર

જામનગર તા. ર૭ : જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફન પાર્ક તથા આનંદ પ્રમોદના વિવિધ સ્થળે જ્યાં નાગરિકો મોટી સંખ્યામાં એકત્ર થાય છે. આવા સ્થળે આગની ઘટના-આકસ્મિક દુર્ઘટના ન બને તેના આગમચેતીના ભાગરૂપે રૂબરૂ મુલાકાત લઈ ચકાસણી કરવા મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી સિટી ઈજનેર ભાવેશ જાનીની વડપણ હેઠળ ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.

જેમાં ચિફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, ડીવાયએસપી જયવિરસિંહ ઝાલા, શહેર મામલતદાર બી.આર. માકડીયા, પીજીવીસીએલના નાયબ ઈજનેર ડી.ડી.મારૂ, ઉપરાંત મહાનગરપાલિકા વિભાગમાંથી એટીપીઓ અનિલ ભટ્ટ, લાઈટ શાખાના રૂષભ મહેતા, જુનીયર ઈજનેર (મીકેનીકલ) સંદિપ પટેલ, એસ્ટેટ ઓફિસર એન.આર. દિક્ષિત અને ડેપ્યુટી ચિફ ફાયર ઓફિસર સી.એસ. પાંડીયનનો સમાવેશ થાય છે. આ કમિટી ર૪ કલાકમાં તપાસ કરીને મ્યુનિ. કમિશનર સમક્ષ અહેવાલ રજુ કરશે. જરૂરી પરવાનગી-લાયસન્સ એનઓસી લેવામાં આવી છે કે કેમ? તેની પોલીસ, રેવન્યુ વિભાગે ચકાસણી કરવાની રહેશે. ફાયર તથા પોલીસ વિભાગ દ્વારા આવા સ્થળે ક્ષેત્રફળ મુજબ મહત્તમ વાહન વહન ક્ષમતા જાહેરમાં નિદેર્શિત થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે. ફાયર-ટીપીઓ વિભાગમાં  આવન-જાવનના રસ્તાની વિગતો મેળવવાની રહેશે તથા ફાયર સીસ્ટમ ઉ૫લબ્ધ છે કે કેમ?  તેની વિગતો મેળવવાની રહેશે. પાવર લોડ, ઈલેકટ્રીક ઉપકરણો વગેરેની તપાસ કરવાની રહેશે. સિવિલ સ્ટ્રકચરનું સ્ટેબીલીટીનું રજીસ્ટર સ્ટ્રકચર એન્જિનિયરીંગનું સર્ટિ. મેળવેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે. મનપાનું બીઓયુ મેળવેલ છે કે કેમ? તથા સ્ટાફને ફાયર તેમજ ફસ્ટ એડની તાલીમ આપેલ છે કે કેમ? તેની તપાસ કરવાની રહેશે. આજે આ બાબતે કમિશનરને રિપોર્ટ સુપ્રત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh