Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તપાસ ટીમને કોઈપણ સ્થળેથી ફાયર એનઓસી મળ્યું નહીં !
જામનગરમાં ચાલતા ગેમઝોન, વીડિયો પાર્લરમાં સાધનો, સુવિધા ફાયર એનઓસી વગેરેની ઉપલબ્ધી અંગે ખાસ કમિટીની રચના કરવામાં આવ્યા પછી ગઈકાલે આ ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને શહેરના વિવિધ ગેમ ઝોન - વીડિયો પાર્લરમાં તપાસ શરૂ કરી હતી. જાહેર અથવા ખુલ્લા પ્લોટમાં ચાલતા મનોરંજક મેળા વગેરેમાં પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ દરેક સ્થળે ફાયર એનઓસી સહિતની મંજુરીનો અભાવ જોવા મળ્યો હતો. ઠેબા ચોકડી પાસેના જેસીઆરમાં સમગ્ર પરિસરનું ફાયર એનઓસી મેળવાયું હતું પરંતુ ગેમ ઝોન માટે અલગ ફાયર એનઓસી મેળવાયું ન હતું. જો કે તેની જરૂરિયાત છે કે કેમ? તે અંગે ચિફ ફાયર ઓફિસર નિયમની જાણકારી મેળવી રહ્યા છે. એકંદરે જામનગર ૧૪ માંથી એક પણ સ્થળે ફાયર એનઓસી મેળવાયું ન હતું તેમ જાણવા મળે છે. પ્રસ્તુત તસ્વીરમાં જુદા જુદા ગેમઝોનમાં સાધનો, વીજ જોડાણ, ફાયર એનઓસી સહિતના મદ્દે ચકાસણી કરતી ટીમ નજરે ચઢે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial