Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૭: ગુજરાત રાજ્ય સરકારી કન્યા કેળવણી માટે મહત્ત્વની યોજના 'નમો લક્ષ્મી યોજના'નો અમલ આજથી રાજ્ય ગ્રાન્ટેડ તથા સરકારી શાળાઓની છાત્રાઓ માટે શરૂ થયો છે.
ધો. ૯માં પ્રવેશ મેળવેલ તથા વાર્ષિક રૂ. ૬ લાખ કે તેથી ઓછી આવક હોય તો તેની છાત્રાઓને ધો. ૯ તથા ધો. ૧૦માં દર મહિને ૫૦૦ લેખે ૫૦૦૦ મળશે તથા ધો. ૧૦ પાસ પછી બીજા ૧૦ હજાર મળશે. ધો. ૧૧ની છાત્રાને મહિને ૭૫૦ લેખે ૧૦ માસના ૭૫૦૦ તથા ધો. ૧૨ પાસ કર્યા પછી નવ હજાર મળશે. એટલે કે ગ્રાન્ટેડ સરકારી શાળાની છાત્રાઓને ધો. ૯ થી ૧૨ દરમિયાન સરકાર રૂ. ૫૦ હજાર આપશે.
શાળા વતી નમો લક્ષ્મી પોર્ટલ બનાવી સી.ટી.એસ.માં એન્ટ્રી થશે. જમા રકમ માતા અથવા છાત્રાના ખાતામાં જુન-જુલાઈમાં થશે. માસિક જમા રકમ દર માસની ૧૦ તારીખે થશે. સહાય માટે શાળામાં ૮૦% હાજરી જરૂરી અને જો અભ્યાસ વચ્ચેથી છોડે તો સહાય બંધ થઈ જશે. રીપીટરને સહાય નહીં મળે. આ યોજના સાથે સરકારની અન્ય સ્કોલરશીપના લાભ પણ ચાલુ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial