Advertisement
Author: નોબત સમાચાર

યુવતીની હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાના કેસમાં આરોપીની જામીનમુક્તિ

સગાઈ તોડી નખાતા ઉશ્કેરાયો હતો આરોપીઃ

જામનગર તા. ૨૭: જામનગરના દરેડ પાસે રહેતી એક યુવતીની સગાઈ તોડી નાખવાના પ્રશ્ને ઉશ્કેરાયેલા શખ્સે માથામાં પથ્થર ઝીંકી હત્યા કરી હતી અને પોતાના ભાઈની મદદથી મૃતદેહ સળગાવ્યો હતો. આ ગુન્હામાં તે શખ્સે જેલમુક્ત થવા કરેલી જામીન અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામનગરના દરેડ પાસે મુરલીધર પાર્કમાં રહેતા કરણ શંકરભાઈ સાદીયાની સગાઈ આરતી હિંગળા સાથે થયા પછી કરણની બહેનની સગાઈ આરતીના ભાઈ સાથે થઈ હતી. તે પછી આરતી તથા કરણ વચ્ચે ઝઘડો થતાં બંને પક્ષે સગાઈઓ તોડી હતી.

તે પછી પણ કરણ વારંવાર આરતીને મળતો રહેતો હતો અને સગાઈ ફરીથી કરવા કહેતો હતો. તેમ કરવાની આરતીએ ના પાડતા આ શખ્સે એક દિવસ મજૂરીકામે જતી આરતીને બાઈકમાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ માથામાં પથ્થર ફટકારી તેણીની હત્યા કરી મૃતદેહને પોતાના ભાઈ ભાવિકની મદદથી સળગાવી નાખ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ ગુન્હામાં જેલહવાલે થયેલા કરણ સાદીયાએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, પાર્થ બગડાની દલીલો ધ્યાને લઈ આરોપીને જામીન પર મુક્ત કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh