Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા-સલાયા પંથકમાં તરખાટ મચાવતી કુખ્યાત ચોરગેંગના નવ સામે નોંધાયો ગુજસીટોક

મારામારી, લૂંટ, હત્યા પ્રયાસ સહિતના ૫૧ જેટલા નોંધાયેલા છે ગુન્હાઃ

જામનગર તા. ૨૭: ખંભાળિયા તથા સલાયા પંથકમાં લાંબા સમયથી ગંભીર ગુન્હાઓ આચરી તરખાટ મચાવતી કુખ્યાત ચોરગેંગના ૯ સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયો છે. જેમાંથી ચાર આરોપી હાલમાં જેલહવાલે છે. નાગરિકોને આ શખ્સો ત્રાસમાંથી મુક્ત કરાવવા રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ એસપી સહિતના અધિકારીએ વર્કઆઉટ કરી ઉપરોક્ત ગુન્હાની નોંધ કરી છે.

ગુજરાત રાજ્યમાં સમાજમાં કેટલાક વર્ષાેથી સંગઠિત ગુન્હાઓ આચરાતા હોવાથી રાજ્ય સરકારે ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડીકેટને નેસ્ત નાબૂદ કરવાના પ્રયાસના ભાગરૂપે ગુજસીટોક કાયદાને અસ્તિત્વમાં મૂક્યો છે તેના આધારે આરોપીઓને પકડી પાડી સમાજમાં કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. તે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા વર્કઆઉટ કરાતું હતું.

તે અંતર્ગત સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે એનડીપીએસ એક્ટ હેઠળ એક ગુન્હો નોંધાયો હતો તેનું વર્ક આઉટ કરાતા સલાયા પંથકમાં હત્યા પ્રયાસ, લૂંટ, મારામારી, ઘરફોડ ચોરી, પોલીસ સાથે ઘર્ષણ, રાયોટીંગ, દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિ છેલ્લા દસેક વર્ષથી આચરતી એક ગેંગ સામે ૫૧ જેટલા ગુન્હા નોંધાયાનું ખૂલ્યું હતું.

તે ગેંગના મુખ્ય સૂત્રધાર એજાઝ રઝાક સંઘાર, રીઝવાન રઝાક સંઘારના વડપણ હેઠળ કેટલાક શખ્સો નાગરિકોમાં ડરનો માહોલ ઉભો કરી સતત ગુન્હાહિત પ્રવૃત્તિ આચરતા હોવાનું ખૂલતા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે.

સલાયા-ખંભાળિયા પંથકમાં ચોરગેંગ તરીકે ઓળખાતી ટોળકીના રીઝવાન, એજાઝ તેમજ અકરમ રજાક, અકબર રઝાક, અસગર રઝાક સંઘાર, શબ્બીર હુસેન ગુલામહુસેન સુંભણીયા, અબ્દુલકરીમ સલીમકરીમ ભગાડ, જાવિદ આદમ જસરાયા, જીલ કેતન વાઘેલા સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયેલો છે. જેમાંથી રીઝવાન, એજાઝ, અકરમ, જીલ જેલહવાલે થયા છે. આ શખ્સો નાગરિકોને ડરાવી ધમકાવી ખંડણી વસૂલતા હતા. ખંડની ન આપે તેના વાહન સળગાવવા કે ચોરી કરવાની ધમકી આપતા હતા. તે ઉપરાંત નાર્કોટીક્સને લગતા ગુન્હા આચરતા હતા. મુખ્ય સૂત્રધારના પિતા રઝાક ઈશાક સંઘાર પણ વર્ષ ૧૯૯૩માં અગ્નિશસ્ત્ર તથા કારતૂસ સાથે જે તે વખતે ઝડપાયા હતા અને ટાડા હેઠળ કાર્યવાહી કરાઈ હતી. આ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ, એસઓજી પીઆઈ પી.સી. સીંગરખીયા, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, વી.એમ. સીંગરખીયા તથા એલસીબી, એસઓજી અને સલાયા પોલીસ મથકનો સ્ટાફ સાથે રહ્યો હતો.

આ ટોળકીના કરતૂતોની તપાસ માટે ડીવાયએસપી પ્રજાપતિના સુપરવિઝન હેઠળ આઠ પોલીસ અધિકારી, કર્મીની ખાસ ટીમ રચવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh