Advertisement
Author: નોબત સમાચાર

હત્યાના કેસમાં થયો છૂટકારો

ચાર મહિના પહેલાં થયેલી

જામનગર તા. ૨૭: જામનગરના અંધાશ્રમ પાસે ચારેક મહિના પહેલા યુવાનની હત્યા કરવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીનો છૂટકારો ફરમાવાયો છે.

જામનગરના અંધાશ્રમ પાસે બોમ્બે દવાબજાર કોલોની નજીક વસવાટ કરતા ગૌતમ દાવડે નામના યુવાનને અગાઉ વિજય લક્ષ્મણ દુદે ઉર્ફે દોમા નામના શખ્સ સાથે મનદુખ થયું હતું. તે પછી ગઈ તા.૧૪ જાન્યુઆરીના દિને વિજયે ફીરકી મારતા ઈજા પામેલા ગૌતમનું મૃત્યુ થયું હતું.

આ બનાવ અંગે મૃતકના પત્ની રૂપાલીબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી વિજય લક્ષ્મણ દુદેનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રમેશ ચૌહાણ, વિમલ કંટારીયા, રાહુલ પરમાર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh