Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૭: જામનગરના રણજીતનગરમાં આવેલા એક એપાર્ટમેન્ટના પ્રથમ માળે ફ્લેટમાં ગઈકાલે બપોરે આગ ભભૂકી હતી. આગને કાબૂમાં લેવા ઉપરાંત ફાયરના જવાનોએ અંદરથી દાઝેલી હાલતમાં મળી આવેલા એક વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા બ્લોક નં.બી/૧/૧૬૨માં પહેલા માળે ગઈકાલે બપોરે આગ ભભૂકી હોવાની જાણકારી મળતા જામ્યુકોના ફાયરબ્રિગેડના કર્મચારી રાકેશ ગોકાણી સહિતના જવાનો દોડ્યા હતા.
ત્યાં આવેલા ફ્લેટમાં આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવા ઉપરાંત અંદર કોઈ ફસાયેલું છે કે કેમ? તેની ચકાસણી કરાતા અંદરથી ૯૨ વર્ષની વયના સવિતાબેન પી. પાલા નામના વૃદ્ધા મળી આવ્યા હતા. તેઓને ફાયરના જવાનોએ બહાર કાઢવાનો પ્રયત્ન શરૂ કર્યા પછી દાઝી ગયેલા આ વૃદ્ધાને બહાર કાઢી ત્યાં હાજર ૧૦૮માં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial