Advertisement
Author: નોબત સમાચાર

દંડના નાણા ન ભરનાર વાહન ચાલકો માટે યોજાશે લોકઅદાલત

દ્વારકા પોલીસે જાહેર કર્યું:

જામનગર તા. ૨૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યા પછી તેના દંડની ભરપાઈ નહીં કરનાર આસામી પાસેથી દંડ વસૂલવા આવતા મહિને લોકઅદાલત યોજાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે ઈ-મેમોથી દંડની કામગીરી કરાઈ રહી છે. જે વાહનચાલકોને ઈ-મેમો મળે છે તેમાંથી મોટાભાગના આસામીઓએ દંડની રકમ ભરપાઈ કરી છે તેમ છતાં બે હજાર વાહનચાલકોએ દંડ ભર્યાે નથી તેઓ માટે આગામી તા.૨૨ જુનના દિને લોક અદાલત રાખવામાં આવી છે. લોકઅદાલત પહેલાં દંડની રકમ ભરવા નેત્રમ કચેરી અથવા ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક શાખા અથવા દ્વારકામાં પોલીસ મથકનો સંપર્ક કરી શકાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh