Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નોબત'માં પ્રસિદ્ધ થયેલા અહેવાલોના પડ્યા પડઘાઃ તંત્રોની ઊંઘ ઊડીઃ તત્કાળ લેવાયું એક્શન
જામનગર તા. ર૭: જામનગરમાં તળાવની પાળે ધંધાર્થીઓ દ્વારા જાહેર રોડ ઉપર દબાણો કરવામાં આવ્યા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. આથી ગઈકાલે જામનગર મહાનગરપાલિકા અને પોલીસે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી તળાવની પાળે દબાણો દૂર કર્યા હતાં. અનેક ટેબલ-ખુરશી કબજે લેવાયા હતાં, જ્યારે જુની આરટીઓ કચેરી પાસેના મનોરંજન માટેના સાધનોવાળાને પણ દૂર ખસેડવામાં આવ્યા હતાં.
જામનગરમાં તળાવની પાળે ધંધાર્થીઓના વ્યાપક દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાનો અહેવાલ 'નોબત'માં બે દિવસ પૂર્વે જ પ્રસિદ્ધ થયો હતો, જ્યારે ગઈકાલે જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાનો સ્ટાફ તેમજ પોલીસની ટ્રાફિક શાખાએ સંયુક્ત રીતે દબાણહટાવ ઝુંબેશ હાથ ધરી હતી અને કેટલાક ધંધાર્થીઓ દ્વારા જાહેર રોડ ઉપર ટેબલ-ખુરશી પાથરીને જાહેર માર્ગ દબાણ કરી ધંધો કરતા હોવાથી આવા તમામ દબાણો દૂર કર્યા હતાં અને આશરે ૧૦ જેટલા ટેબલ અને ૪૦ જેટલી ખુરશી જપ્ત કરવામાં આવી હતી.
અન્ય તમામ ધંધાર્થી-દુકાનદારોને કડક સૂચના આપી પોતાનો માચડો રોડ ઉપર નહીં રાખવા કડક સૂચના આપવામાં આવી હતી. રેંકડી-કેબિનો દૂર ખસેડવામાં આવ્યા હતાં અને જુની આર.ટી.ઓ. કચેરી પાસે મનોરંજન સાધનો ખડકી દેવાયા હોવાનું ધ્યાનમાં આવતા તે તમામ ધંધાર્થીને પણ ત્યાંથી દૂર ખસેડવામાં આવ્યા હતાં. આમ તળાવની પાળે ગઈકાલે રવિવારે રજાના દિવસે પણ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને સમગ્ર તળાવની પાળનો વિસ્તાર સાફ-સુથરો અને ચોખ્ખો ચણક અને દબાણ મુક્ત કરવામાં આવતા લોકો પણ ખુશ થયા હતાં.
આ કામગીરી એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષિત, ઉપરાંત સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા, અનવર ગજ્જણ ઉપરાંત પોલીસ વિભાગના ટ્રાફિક શાખાના પો.ઈ. એમ.બી. ગજ્જર, પો.સ.ઈ. આર.ડી. ગોહિલ અને સ્ટાફ વગેરે દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial