Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર ન્હાવા અને સ્વીમીંગનો પ્રતિબંધ

આગામી તા. ૪ થી તા. ર-૮ દરમ્યાન

ખંભાળીયા તા. ર૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર તા. ૪-૬-ર૪ થી તા. ર-૮-ર૪ સુધી લોકોને ન્હાવા અને સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે બ્લ્યુ ફલેગ બીચ કાર્યરત છે. આ બીચ પર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ન્હાવા અને સ્વીમીંગ કરવા આવતા હોય છે. જૂન માસથી ચોમાસું શરૂ થતું હોય છે. અને દરિયો પણ તોફાની હોય છે. તેમજ દરિયામાં જોરદાર પ્રવાહના કારણે બીચમાં ન્હાવું-સ્વીમીંગ કરવું જોખમી થઈ શકે છે. શિવરાજપુર બીચ (લાઈટ હાઉસ -સર્વે નં. પ૮ થી શિવરાજપુર બીચના ખાડી-ર પોઈન્ટના છેડા સુધી, પ કિલોમીટર સુધીની લંબાઈનો દરિયાકાંઠાનો વિસ્તાર) આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા અને સ્વીમીંગ કરવા પર તા. ૪-૬-ર૪ થી તા. ર-૮-ર૪ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિમ-૧૮૬૦ ની કલમ ૧૮૮ અન્વયે કાનૂની કાર્યવાહીને પાત્ર થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh